ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'જ્યાં પણ મારુ મોત થાય ત્યાં દફન કરી દેજો', કોન્સર્ટમાં લકી અલીનો ભાવુક Video

મનોરંજન / 'જ્યાં પણ મારુ મોત થાય ત્યાં દફન કરી દેજો', કોન્સર્ટમાં લકી અલીનો ભાવુક Video

Published By: Nirav Kumar

Last Updated: 10:19 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લકી અલી કોન્સર્ટમાં ભાવુક થઈને કહ્યું કે તેઓ મૃત્યુ માટે તૈયાર છે અને મુસાફરીમાં હંમેશા પોતાનું ઇહરામ કફન સાથે રાખે છે. 90ના દાયકાથી લોકોના દિલ પર રાજ કરતા આ સિંગર આજે પણ પોતાના જૂના ગીતો અને સાદગીથી ફેન્સને જોડી રાખે છે.

ADVERTISEMENT

બૉલીવુડ અભિનેતા મહમૂદ અલીના પુત્ર, સિંગર, ગીતકાર અને એક્ટર લકી અલી તાજેતરમાં એક કોન્સર્ટ દરમિયાન ખૂબ જ ભાવુક થઈ ગયાહતા. મંચ પરથી તેમનેપોતાની મૃત્યુ અને કફન અંગે વાત કરતાં આંખો ભીની કરી દીધી. લકી અલીની અવાજ ફક્ત લોકોના દિલમાં જ નહીં, પણ ધડકનમાં પણ વસે છે. 90ના દાયકામાં ઉછરેલી એક આખી પેઢી આજે પણ તેમની સાથે એટલું જ જોડાણ અનુભવે છે. તેમના જૂના ગીતોની લોકપ્રિયતા હજુ પણ ઘટી નથી અને જ્યારે તેઓ લાઇવ પર્ફોર્મ કરે છે ત્યારે મોટી સંખ્યામાં ફેન્સ તેમને જોવા-સાંભળવા આવે છે.

67 વર્ષીય લકી અલીએ કોન્સર્ટ દરમિયાન પ્રેક્ષકો સાથે વાતચીત કરતાં જીવન અને મૃત્યુની સત્યતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે. ખાસ વાત એ છે કે આ વીડિયો પોતે લકી અલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.

  • “પણ એક દિવસ મારે જવું જ પડશે”

પ્રેક્ષકો સાથે વાત કરતાં લકી અલીએ કહ્યું કે તેઓ પોતાના ફેન્સને ખૂબ ચાહે છે પણ તેમને એ પણ ખબર છે કે એક દિવસ દરેકને આ દુનિયાથી વિદાય લેવી પડે છે. તેમને કહ્યું, “મને ખબર છે, હું પણ તમને બધાને ખૂબ પ્રેમ કરું છું, પણ એક દિવસ મારે જવું જ પડશે. હું તમને આ માટે તૈયાર નથી કરી રહ્યો, પણ હું ખરેખર આ માટે તૈયાર છું.”

  • મુસાફરીમાં હંમેશા ઇહરામ કફન સાથે રાખે છે

ત્યારબાદ લકી અલીએ પોતાની ખાનગી જીવનની એક વાત પણ શેર કરી. તેમને જણાવ્યું કે જ્યારે પણ તેઓ મુસાફરી કરે છે ત્યારે પોતાનું ઇહરામ કફન સાથે રાખે છે. તેને પોતાનું કફન કહીને તેમણે કહ્યું કે જ્યાં પણ તેમનું મૃત્યુ થાય, ત્યાં જ તેમને દફનાવી દેવામાં આવે.

તેમને કહ્યું કે, “જ્યારે પણ હું ટ્રાવેલ કરું છું, હું મારા ઇહરામ સાથે જર્ની કરું છું, જે મારું કફન છે. જ્યાં પણ મરી જાઉં, મને ત્યાં જ દફનાવી દેજો.” લકી અલીની આ વાત સાંભળીને હાજર ફેન્સ પણ ભાવુક થઈ ગયા. એક ફેને તેમની સાથેના લાંબા જોડાણને યાદ કરતાં કહ્યું, “હવે 30 વર્ષ થઈ ગયા છે, મેં લકીને ક્યારેય છોડ્યા નથી.”

  • 90ના દાયકાથી લોકોના દિલ પર કરી રહ્યા છે રાજ

લકી અલીનું નામ 1990 અને 2000ના દાયકાના યાદગાર મ્યુઝિક સાથે જોડાયેલું છે. તેમનું પહેલું સોલો સોંગ “ઓ સનમ” 3 જૂન, 1996ના રોજ તેમના પહેલા સોલો આલ્બમ “સુનોહ” સાથે રિલીઝ થયું હતું. આ ગીત ઝડપથી લોકપ્રિય બની ગયું અને લકી અલી ઇન્ડીપોપના મોટા નામોમાં સામેલ થઈ ગયા.

બૉલીવુડના ફેમસ અભિનેતા મહમૂદ અલી અને મહેલકા (જેમને મધુ અલીના નામથી પણ ઓળખવામાં આવે છે)ના પુત્ર લકી અલીએ પોતાની અલગ અવાજ અને સાદગીભર્યા અંદાજથી લોકોમાં ખાસ જગ્યા બનાવી છે. તેમની અવાજ અને ગીતો આજે પણ જૂના ફેન્સને એટલા જ ગમે છે.

વધુ વાંચો : 50ની ઉંમરે પણ કેમ કુંવારી છે સૈફ અલી ખાનની બહેન? જણાવ્યું આ કારણ

  • લકી અલીના ફેમસ સોંગ

“ઓ સનમ” સિવાય “ગોરી તેરી આંખેં કહે” અને “તેરી યાદ જબ આતી હૈ” જેવા ગીતો પણ ખૂબ લોકપ્રિય રહ્યા છે. બૉલીવુડ માટે પણ તેમને ઘણા યાદગાર ગીતો ગાયા છે, જેમાં “ના તુમ જાનો ના હમ”, “હૈરત”, “એક પલ કા જીના”, “આહિસ્તા આહિસ્તા” અને “સફરનામા” જેવા સોંગ સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lucky Ali live performs emotional

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ