બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાળંગપુરથી પરત ફરતા જસદણમાં અકસ્માત, ડિવાઈડર સાથે કાર અથડાતા નાયબ મામલતદારનું મોત

ગુજરાત / સાળંગપુરથી પરત ફરતા જસદણમાં અકસ્માત, ડિવાઈડર સાથે કાર અથડાતા નાયબ મામલતદારનું મોત

Published By: Nidhi Panchal
Reported By: Kalu Rathod

Last Updated: 08:11 AM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસદણના વિંછીયા રોડ પર મોડી રાત્રે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં વેરાવળ-સોમનાથના નાયબ મામલતદાર સંજય વડાળીયાનું કરુણ મોત થયું છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં વેરાવળ-સોમનાથના નાયબ મામલતદાર સંજય વડાળીયાનું દુઃખદ અવસાન થયું છે. આ અકસ્માત જસદણના વિંછીયા રોડ પર જલારામ જીનીંગ નજીક બન્યો હતો. ઘટનાએ સરકારી તંત્ર અને સ્થાનિક વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે.

jasdan

મળતી માહિતી મુજબ, વેરાવળ-સોમનાથમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સંજય વડાળીયા સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. દર્શન પૂર્ણ કરીને તેઓ પોતાની કારમાં પોતાના ગંતવ્ય તરફ જઈ રહ્યા હતા, ત્યારે જસદણના વિંછીયા રોડ પર આવેલા જલારામ જીનીંગ નજીક તેમની કાર અચાનક ડિવાઈડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી.

અકસ્માતના કારને ભારે નુકસાન પહોંચ્યું

અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતમાં સંજય વડાળીયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે અકસ્માતની ગંભીરતા એટલી વધુ હતી કે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

અંદાજે 12:30 વાગ્યાની આસપાસ બની

પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટના રાત્રે અંદાજે 12:30 વાગ્યાની આસપાસ બની હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં જસદણ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જવાબદાર હતું કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી

પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે બન્યો, કાર ડિવાઈડર સાથે કયા સંજોગોમાં અથડાઈ અને અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હતું કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ અકસ્માતના ચોક્કસ કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

અચાનક નિધનના સમાચાર મળતા વેરાવળ-સોમનાથ સહિત સરકારી વર્તુળોમાં શોકની લાગણી

નાયબ મામલતદાર સંજય વડાળીયાના અચાનક નિધનના સમાચાર મળતા વેરાવળ-સોમનાથ સહિત સરકારી વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ફરજ દરમિયાન પોતાની કામગીરી માટે જાણીતા અધિકારીનું આ રીતે માર્ગ અકસ્માતમાં અવસાન થતાં સહકર્મચારીઓ અને ઓળખીતાઓમાં પણ દુઃખનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : સાપુતારમાં રાતે 10 વાગ્યે ભૂકંપ, દીવાલો-બારીઓ ધણધણી ઉઠતાં ગભરાટ, સ્કૂલના વિદ્યાર્થીઓ મેદાનમાં દોડ્યાં

જસદણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ અકસ્માત સ્થળના તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Deputy Mamlatdar Jasdan Accident Sanjay Vadaliya

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ