બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / મંગળ નક્ષત્રમાં રાહુનું ગોચર, આ વર્ષના અંત સુધીમાં આ 3 રાશિઓને થશે મોટો લાભ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:18 AM, 9 August 2026
1/6
ઓગસ્ટ 2026 માં રાહુ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ્યો છે. આ નક્ષત્રને ધન, સફળતા, પદ અને પ્રતિષ્ઠા સાથે જોડીને જોવામાં આવે છે. રાહુનું આ નક્ષત્ર પરિવર્તન અમુક રાશિઓ માટે નવા અવસરો, આર્થિક લાભ અને કારકિર્દીમાં આગળ વધવાના સંકેતો લઈને આવી શકે છે. 2 ઓગસ્ટે રાહુ મંગળના સ્વામિત્વવાળા ધનિષ્ઠા નક્ષત્રમાં ગોચર કર્યું છે. તે પહેલાં રાહુએ 30 જૂને નક્ષત્ર પરિવર્તન કર્યું હતું.
2/6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનિષ્ઠા નક્ષત્ર ધન, પદ, પ્રતિષ્ઠા અને સફળતા સાથે જોડાયેલું માનવામાં આવે છે. રાહુને અચાનક પરિણામ આપનારો ગ્રહ ગણવામાં આવે છે. આ ગોચરનો પ્રભાવ ખાસ કરીને મેષ, મિથુન અને કન્યા રાશિના જાતકો માટે સકારાત્મક માનવામાં આવી રહ્યો છે. રાહુ મંગળના નક્ષત્રમાં પ્રવેશ્યા બાદ ત્રણ રાશિના જાતકોને વર્ષના અંત સુધી લાભ મળી શકે છે.
3/6
આ રાશિના સ્વામી મંગળ છે અને ધનિષ્ઠા નક્ષત્રનું સ્વામિત્વ પણ મંગળ પાસે જ છે. તેથી રાહુનું આ ગોચર મેષ રાશિ માટે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આત્મવિશ્વાસ વધી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સંભાવના બની શકે છે. નોકરીમાં મોટું પદ મળવાના કે વ્યવસાયમાં સારો લાભ થવાના સંકેતો છે. જોકે, કોઈ પણ મોટા નિર્ણયમાં ઉતાવળ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહેવાનું છે.
4/6
તમારા માટે રાહુનું ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ શુભ માનવામાં આવ્યું છે. આ દરમિયાન ઘણી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આવકમાં વધારાના સંકેતો છે અને આવકના સાધનો પણ વધી શકે છે. સંપત્તિ સંબંધિત મામલાઓમાં રાહત મળી શકે છે. પૈતૃક સંપત્તિથી પણ લાભ પ્રાપ્ત થઈ શકે છે. અચાનક કોઈ મોટો લાભ મળવાની સંભાવના પણ છે. સરકારી નોકરી કરતા લોકોને મોટી જવાબદારી કે પદ મળવાના સંકેતો આપવામાં આવ્યા છે.
5/6
તમારા માટે રાહુનું આ નક્ષત્ર પરિવર્તન સકારાત્મક માનવામાં આવી રહ્યું છે. જેથી અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં મનપસંદ જવાબદારી મળવાના સંકેતો છે. જે લોકો લાંબા સમયથી નોકરી બદલવા વિશે વિચારી રહ્યા હતા તેમના માટે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે. નોકરીથી બિઝનેસમાં સ્વિચ કરનારાઓ માટે પણ સમય સારો રહેશે. વધારાની આવકના અવસરો પણ સામે આવી શકે છે. આ સમય નવા અવસરોનો લાભ લેવા માટે અનુકૂળ માનવામાં આવ્યો છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ