બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / IRCTC કરાવશે જાપાનનો પ્રવાસ, લૉન્ચ કર્યું નવું ટૂર પેકેજ, જાણો કેટલું બજેટ જોઈશે?

photo-story

5 ફોટો ગેલેરી

ટ્રાવેલ / IRCTC કરાવશે જાપાનનો પ્રવાસ, લૉન્ચ કર્યું નવું ટૂર પેકેજ, જાણો કેટલું બજેટ જોઈશે?

Last Updated: 11:35 PM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IRCTC હવે દિલ્હીથી જાપાનનું 10 દિવસનું સંપૂર્ણ ઓલ-ઇન્ક્લુઝિવ પેકેજ ઓફર કરી રહ્યું છે, જેમાં વિઝા, ફ્લાઇટ, હોટલ અને ભોજન સહિત બધું સામેલ છે. ચાલો તેના વિષે જાણીએ.

1/5

photoStories-logo

1. જાપાન ટુર

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) હવે માત્ર ટ્રેન ટિકિટ જ નહીં પરંતુ તમારી સ્વપ્ન સફરને પણ સરળ બનાવી રહ્યું છે. જેદમાં ‘લેન્ડ ઑફ ધ રાઇઝિંગ સન’ તરીકે ઓળખાતા જાપાનની સીધી સફર હવે IRCTC દ્વારા શરૂ થઈ રહી છે. તમારે માત્ર પાસપોર્ટની માહિતી આપવી છે અને બેગ પેક કરવી છે – વિઝા, સ્ટે અને બાકીનું બધું IRCTC પોતે સંભાળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 6 સપ્ટેમ્બરે થશે શરૂ

દિલ્હીથી શરૂ થતું આ 10 દિવસ અને 9 રાતનું ઓલ-ઇન્ક્લુઝિવ પેકેજ 6 સપ્ટેમ્બરે શરૂ થશે અને 15 સપ્ટેમ્બરે પરત આવશે. જાપાનના ઐતિહાસિક મંદિરો, આકાશને અડતી ઇમારતો અને બુલેટ ટ્રેનનો અનુભવ લેવા માગતા હો તો IRCTCની વેબસાઇટ પર જઈને બુકિંગ કરી શકો છો. બુકિંગ માટે ઓછામાં ઓછા 6 મહિનાની વેલિડિટીવાળું પાસપોર્ટ જરૂરી છે. સાથેમાં PAN કાર્ડ, નાણાકીય પુરાવા અને નોકરી સંબંધિત ડોક્યુમેન્ટ પણ આપવા પડશે જેથી વિઝા પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ખર્ચની વિગત

ટ્રિપલ શેરિંગ માટે 3,45,999 પ્રતિ વ્યક્તિ (શરૂઆતી કિંમત), ટ્વિન શેરિંગ માટે 3,49,999 પ્રતિ વ્યક્તિ , સિંગલ ઓક્યુપન્સી માટે 4,73,999 તથા 5 થી 11 વર્ષના બાળકો માટે (બેડ સાથે) માટે 2,92,499 અને (બેડ વગર) 2,63,999 રૂપિયા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વિઝા પ્રોસેસ

આ પેકેજ લેતા જ તમારે વિઝા માટે ક્યાંય જવું પડશે નહીં કે હોટલ બુક કરવી પડશે નહીં. IRCTC તમને ઓલ નિપ્પોન એરવેઝ (ANA)ની પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં દિલ્હીથી ટોક્યો લઈ જશે અને પરત લાવશે. વિઝા ફી અને 70 વર્ષથી ઓછી ઉંમરના મુસાફરો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પણ પેકેજમાં સામેલ છે. જેમાં 4-સ્ટાર હોટલમાં રોકાણ, નાસ્તો-બપોરનું અને રાત્રિનું ભોજન, AC બસમાં સ્થાનિક સફર, એરપોર્ટ ટ્રાન્સફર અને ગાઇડની સુવિધા પણ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કયા ક્યાં ફરવા મળશે?

10 દિવસની આ અદ્ભુત યાત્રામાં તમે ટોક્યો, હાકોને, હમામાત્સુ, ક્યોટો, ઓસાકા, નારા અને હિરોશિમા જેવા સાત પ્રખ્યાત શહેરોની મુલાકાત લેશો. શિન-ઓસાકાથી હિરોશિમા સુધીની બુલેટ ટ્રેનની સવારી, માઉન્ટ ફુજીના ફિફ્થ સ્ટેશનની યાત્રા, હાકોને રોપવે અને પાઇરેટ શિપ પર ક્રૂઝનો અનુભવ મળશે. ક્યોટોમાં અરાશિયામા બાંસનું જંગલ, કિંકાકુ-જી મંદિર અને ફુશિમી ઇનારી તાઇશા જોવાનું મળશે. આ સાથે જ ઓસાકા કેસલ, નારા ડિયર પાર્ક, તોદાઈ-જી મંદિર, હિરોશિમા પીસ મેમોરિયલ પાર્ક, મિયાજિમા ટાપુ અને ઇત્સુકુશિમા શ્રાઇન પણ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Japan Tour IRCTC package
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ