ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઉકેલાયું! કોઈ ચમત્કાર નહીં પણ... વૈજ્ઞાનિકોએ જણાવ્યું ‘આર્ટિઝન કંડિશન’ કારણ

ગુજરાત / મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઉકેલાયું! કોઈ ચમત્કાર નહીં પણ... વૈજ્ઞાનિકોએ જણાવ્યું ‘આર્ટિઝન કંડિશન’ કારણ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:07 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Veerparda Mysterious Well: મોરબીના વીરપરડા ગામમાં એક કુવામાં છેલ્લા ત્રણ દિવસથી હિલોળા લેતા પાણીને લઇ અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

Veerparda Mysterious Well: મોરબીના વીરપરડા ગામમાં એક કુવામાં છેલ્લા ત્રણ દિવસથી હિલોળા લેતા પાણીને લઇ અનેક તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા. જો કે કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઉકેલાયું છે.

મોરબીના કુવામાં બે દિવસથી રહસ્યમય કલચલ જોવા મળી રહી હતી. કુવાનું પાણી હાલક-ડોલક થતા ગ્રામજનોમાં કુતુહલ જોવા મળતુ હતું. આ દ્રશ્યો જોવા માટે આસપાસના લોકો પણ અહી પહોચ્યા હતા અને ઘણા લોકો ચમત્કાર ગણી રહ્યા હતા.

જો કે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતુ કે આ કોઇ ચમત્કાર નથી. ‘આર્ટિઝન કંડિશન’ને કારણે આવુ થાય છે. મોરબીના કૂવામાં હિલોળા લેતું પાણી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સામાન્ય ઘટના છે. લખનઉ BSIPના ડાયરેક્ટર ડૉ.મહેશ ઠક્કરે ઘટના પાછળ ઠોસ કારણ આપ્યા છે. વોટરનો કેચમેન્ટ એરિયા ઉંચો હોય પાાણીનુ પ્રેશર વધુ હોય તો પાણી હીલોળા લે છે, કુવાની સપાટી કરતા જમીનની સપાટી વધુ હોય તો આવી સ્થિતિ બને, કેચમેન્ટ એરિયા કુવા કરતા ઉંયો હોય તો આવું બની શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાત / યુરિયાની સંગ્રહખોરી અને કાળાબજારી કરનાર ડીલરોની હવે ખેર નથી! સરકાર કરશે ટોપ વેચાણકારોની ખાસ તપાસ

ઘટના પાછળ મુખ્યત્વે 'આર્ટિઝન કંડિશન' જવાબદાર છે

બે ઠોસ સ્તરો વચ્ચે રહેલા 'કન્ફાઇન્ડ એક્વિફર'માં પાણીનું દબાણ વધી જાય છે. પાણી કૂવામાંથી સ્વસ્ફુરિત રીતે ઓવરફ્લો થવા લાગે છે. ખુલ્લા કૂવામાં પાણીના આ પ્રકારે હિલોળા લેવાની ઘટનાને 'વેલ શેશ' કહેવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Veerparda Well Viral News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ