બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / યુરિયાની સંગ્રહખોરી અને કાળાબજારી કરનાર ડીલરોની હવે ખેર નથી! સરકાર કરશે ટોપ વેચાણકારોની ખાસ તપાસ

ગુજરાત / યુરિયાની સંગ્રહખોરી અને કાળાબજારી કરનાર ડીલરોની હવે ખેર નથી! સરકાર કરશે ટોપ વેચાણકારોની ખાસ તપાસ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 08:42 AM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar: રાજ્યમાં યુરિયા ગેરરીતિ રોકવા સરકારે મોટો નિર્ણય કર્યો છે. જિલ્લાના ટોપ યુરિયા વેચાણ કરનાર ડીલર્સની ચકાસણી કરાશે. ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે.

Gandhinagar: રાજ્યમાં યુરિયા ગેરરીતિ રોકવા સરકારે મોટો નિર્ણય કર્યો છે. જિલ્લાના ટોપ યુરિયા વેચાણ કરનાર ડીલર્સની ચકાસણી કરાશે. ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. ખાતરની સંગ્રહખોરી, કૃત્રિમ અછત, કાળા બજારી સામે તપાસ માટે કૃષિ વિભાગ દ્વારા નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે. બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય પ્રોડક્ટનું ફરજિયાત ટેગિંગની તપાસ કરાશે.

રાજ્યના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં, વ્યાજબી ભાવે અને પારદર્શી રીતે રાસાયણિક ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીની સૂચનાથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં સબસિડાઈઝ ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા તેમજ ગેરરીતિઓ સામે કડક પગલાં લેવા માટે તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની વિશેષ નિમણૂંક કરવામાં આવી છે.

જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે રાજ્યમાં સબસિડાઈઝડ ખાતરનો ઔદ્યોગિક કે બિન-કૃષિ ઉપયોગ તરફનો ડાયવર્ઝન, સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરવી, કાળા બજારી, બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય પ્રોડક્ટનું ફરજિયાત ટેગિંગ કરવા જેવી ગેરરીતિઓ સાંખી લેવામાં આવશે નહીં. ખેડૂતોના હિતનું રક્ષણ કરવા માટે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓની ટીમો તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે.

નિમણૂક કરાયેલા તપાસ અધિકારીઓ ખાતરના ડીલર્સની રૂબરૂ મુલાકાત લઈ પીઓએસ મશીનના આંકડા અને ફિઝિકલ સ્ટોકની સચોટ ચકાસણી કરશે. તેઓ દરેક જિલ્લામાં યુરિયાનું સૌથી વધુ વેચાણ કરતા 'ટોપ ડીલર્સ'ની પણ વિગતવાર તપાસ કરશે. આ ઉપરાંત ખેડૂતોને તેમની માંગણી મુજબ ખાતર મળે છે કે નહીં, યુરિયા સાથે અન્ય કોઈ ખાતર કે પ્રોડક્ટ પરામર્શ વગર ટેગ કરવામાં આવે છે કે નહીં, તેની પણ કડક ચકાસણી કરાશે.

VTV Digital 1

આ પણ વાંચોઃ ગુજરાત / અમદાવાદમાં સીલ કરાયેલી 60 ફટાકડાની દુકાનો બોન્ડ લઈને ફરી ખુલશે, રામોલ બ્લાસ્ટ બાદ લેવાયેલા નિર્ણયમાં નવો વળાંક

આ તપાસ અધિકારીઓ યુરીયા ખાતરનો વપરાશ કરતાં યુનીટોની પણ મુલાકાત લેશે તેમજ શંકાસ્પદ યુરીયાના નમુના લઈને ખાતર ઉદ્યોગોમાં ડાયવર્ટ ન થાય તે સુનિશ્ચિત કરશે. દરેક તપાસ અધિકારીના કામગીરીની દેખરેખ માટે નિરીક્ષણ અધિકારીની પણ ઝોન વાઈઝ નિમણૂક કરવામાં આવી છે, જ્યારે આ સમગ્ર પ્રક્રિયાનું રોજેરોજ મોનિટરિંગ કરવામાં આવશે.

ડીલર કે એજન્સી સ્ટોકમાં અનિયમિતતા, વધુ ભાવ વધારો કે ટેગિંગ જેવી ગેરરીતિઓમાં દોષિત જણાશે તો તેમની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hoarding Urea Fertilizer Jitu Vaghani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ