બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં સીલ કરાયેલી 60 ફટાકડાની દુકાનો બોન્ડ લઈને ફરી ખુલશે, રામોલ બ્લાસ્ટ બાદ લેવાયેલા નિર્ણયમાં નવો વળાંક

ગુજરાત / અમદાવાદમાં સીલ કરાયેલી 60 ફટાકડાની દુકાનો બોન્ડ લઈને ફરી ખુલશે, રામોલ બ્લાસ્ટ બાદ લેવાયેલા નિર્ણયમાં નવો વળાંક

Published By: Nidhi Panchal

Last Updated: 07:33 AM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામોલ ફટાકડા બ્લાસ્ટ બાદ સીલ કરાયેલી અમદાવાદની ફટાકડાની દુકાનો હવે બોન્ડ લઈને ફરી ખોલવાની તૈયારી શરૂ થઈ છે. ટાઉન પ્લાનિંગ કમિટીની સૂચના બાદ આ નિર્ણયને લઈને એક તરફ વિવાદ છે તો બીજી તરફ વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 12 લોકોના મોત થયા બાદ અમદાવાદમાં નિયમોનો ભંગ કરીને ચાલતી ફટાકડાની દુકાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે શહેરભરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને નિયમોનું પાલન ન કરતી ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉનોને સીલ કરવામાં આવ્યા હતા. હવે આ સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો છે. ટાઉન પ્લાનિંગ (ટીપી) કમિટીમાં ફટાકડાની દુકાનોના માલિકો પાસેથી બોન્ડ લઈને અને નિયમોનું પાલન કરવાની બાંહેધરી મેળવ્યા બાદ સીલ ખોલી આપવાની સૂચના આપવામાં આવતા શહેરમાં ભારે ચર્ચા અને વિવાદ શરૂ થયો છે.

fatakda-ahmedabad

રામોલ ફટાકડા બ્લાસ્ટમાં 12 લોકોના કરૂણ મોત થયા બાદ મ્યુનિસિપલ તંત્ર હરકતમાં આવ્યું હતું. લાંબા સમયથી નિયમોનું પાલન ન કરતી ફટાકડાની ફેક્ટરીઓ અને દુકાનો સામે પોલીસ સાથે મળીને ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરીને ચાલતી ફટાકડાની દુકાનો અને ગોડાઉનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન શહેરમાં કુલ 60 ફટાકડાની દુકાનોને સીલ કરવામાં આવી હતી.

અન્ય ધંધાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી

તહેવારો નજીક આવતા ફટાકડાના વેપારીઓ તેમજ આ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય ધંધાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. વેપારીઓએ પોતાની રજૂઆત માટે ભાજપના પૂર્વ કોર્પોરેટરો તેમજ સ્થાનિક આગેવાનોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રાજકીય આગેવાનોએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મ્યુનિસિપલ અધિકારીઓ સમક્ષ વેપારીઓની તરફેણમાં રજૂઆત કરી હતી અને ગમે તેમ કરીને સીલ કરાયેલી દુકાનો ફરી શરૂ કરવાની માંગ ઉઠાવી હતી.

મ્યુનિસિપલ ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય

આ રજૂઆતો બાદ મ્યુનિસિપલ ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે ફટાકડાના વેપારીઓ પાસેથી રિટેલ કાઉન્ટર માટે બોન્ડ લેવામાં આવશે. સાથે જ વેપારીઓ પાસેથી નિયમ મુજબ નિર્ધારિત પ્રમાણમાં જ ફટાકડાનો જથ્થો રાખવાની લેખિત બાંહેધરી પણ લેવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દુકાનો પર મારવામાં આવેલા સીલ ખોલી આપવા માટે એસ્ટેટ વિભાગને સૂચના આપવામાં આવી છે.

શહેરમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી

આ નિર્ણય જાહેર થતાં જ શહેરમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક તરફ રામોલ જેવી ગંભીર દુર્ઘટના બાદ નિયમોમાં કોઈપણ પ્રકારની ઢીલ ન આપવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે અને નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે. બીજી તરફ ફટાકડાના વેપારીઓ અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે, કારણ કે તહેવારો પહેલાં ફરી વેપાર શરૂ કરવાની તક મળશે.

આ પણ વાંચો : લેખિકા કાજલ ઓઝા વૈદ્ય બન્યાં સ્નેચિંગનો ભોગ, ઘડિયાળ-મોબાઇલ સહિત લાખોનો મુદ્દામાલ લૂંટાયો

ઉલ્લેખનીય છે કે રામોલ વિસ્તારમાં થયેલા ફટાકડા ફેક્ટરીના ભયંકર વિસ્ફોટે સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું અને તેમાં 12 લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ મ્યુનિસિપલ તંત્રએ શહેરમાં નિયમોનો ભંગ કરતી દુકાનો સામે કડક કાર્યવાહી કરીને કુલ 60 ફટાકડાની દુકાનો સીલ કરી હતી. હવે બોન્ડ અને નિયમોના પાલનની બાંહેધરી સાથે આ દુકાનો ફરી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે શહેરમાં આ નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Firecracker Shops AMC Ramol Blast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ