ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:04 AM, 8 August 2026
ADVERTISEMENT
દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો આધાર બની ચૂકેલી UPI સેવા અંગે છેલ્લા કેટલાક દિવસોથી અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. ખાસ કરીને એવી અટકળો વહેતી થઈ હતી કે ભવિષ્યમાં UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થઈ શકે છે અને તેનો બોજ સામાન્ય ગ્રાહકોને સહન કરવો પડી શકે છે. જોકે હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે UPIનો ઉપયોગ કરતા સામાન્ય ગ્રાહકો માટે ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે.
ADVERTISEMENT

નિર્મલા સીતારમણે જણાવ્યું કે જો ભવિષ્યમાં MDR લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તે માત્ર વેપારીઓ, બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ વચ્ચે જ લાગુ પડશે. સામાન્ય UPI વપરાશકર્તાઓ પાસેથી કોઈ પ્રકારની વધારાની ફી વસૂલવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે ગ્રાહકો પર કોઈપણ પ્રકારનો આર્થિક બોજ મૂકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
ADVERTISEMENT
નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે MDRની સંભાવના પાછળનો મુખ્ય હેતુ બેંકો અને ફિનટેક કંપનીઓને ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવા માટે સક્ષમ બનાવવાનો છે. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમમાં નવી ટેક્નોલોજી, સુરક્ષા વ્યવસ્થા અને નવીનતા માટે સતત રોકાણ જરૂરી છે. જો બેંકો અને પેમેન્ટ સેવા પ્રદાતાઓને જરૂરી આવક મળશે તો તેઓ વધુ સુરક્ષિત અને ઝડપી ડિજિટલ પેમેન્ટ સેવા આપી શકશે, જેનો સીધો લાભ અંતે તમામ UPI વપરાશકર્તાઓને મળશે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતાં નિર્મલા સીતારમણે જણાવ્યું કે MDR લાગુ કરવા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દે નિર્ણય લેવાની જવાબદારી UPI અને NPCIની સર્વિસીસ સ્ટીયરિંગ કમિટીની રહેશે. એટલે કે હાલમાં MDR લાગુ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રક્રિયા ત્યારે જ આગળ વધી શકશે જ્યારે સંસદમાં કરવેરા અને અન્ય કાયદા (સુધારા) બિલ, 2026 પસાર થશે. આ બિલ હેઠળ ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ, 2007ની કલમ 10Aમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેથી હાલની સ્થિતિમાં સામાન્ય UPI વપરાશકર્તાઓ માટે કોઈ નવી ફી લાગુ કરવામાં આવી નથી અને ચુકવણી પ્રણાલીમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. આ એવી ફી છે જે ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓ પાસેથી બેંકો અથવા પેમેન્ટ સેવા પ્રદાતાઓ દ્વારા વસૂલવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ ફી સામાન્ય રીતે ગ્રાહકો પાસેથી લેવામાં આવતી નથી, પરંતુ વેપારી પાસેથી લેવામાં આવે છે. ભારતમાં UPIના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે અત્યાર સુધી મોટાભાગના UPI ટ્રાન્ઝેક્શન પર MDRનો દર શૂન્ય રાખ્યો છે. જેના કારણે ગ્રાહકો સરળતાથી અને કોઈ વધારાના ખર્ચ વિના UPI દ્વારા ચુકવણી કરી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : લો બોલો, વડોદરામાં ₹ 15 લાખની કારનું નવું એન્જિન ગઠિયાએ પોતાની થારમાં ફીટ કરી દીધું
જોકે બેંકો અને ફિનટેક કંપનીઓ લાંબા સમયથી એવી માંગ કરી રહી છે કે ડિજિટલ પેમેન્ટ નેટવર્કનું જાળવણી ખર્ચ, સુરક્ષા અને ટેક્નોલોજી અપગ્રેડ માટે કોઈને કોઈ સ્વરૂપમાં MDR લાગુ કરવામાં આવે. તેમનું કહેવું છે કે વધતા ખર્ચને પહોંચી વળવા માટે આવકનો કોઈ સ્થિર સ્ત્રોત હોવો જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT