બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ના હોય! ડેમોમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે એટલું જ પાણી? રાજકોટવાસીઓ એલર્ટ

રાજકોટ / ના હોય! ડેમોમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે એટલું જ પાણી? રાજકોટવાસીઓ એલર્ટ

Published By: Vishal Khamar
Reported By: Sunny Maiyad

Last Updated: 10:38 AM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસું ખેંચાતા રાજકોટમાં ફરી જળસંકટના એંધાણ. આજી-1 અને ન્યારી-1 ડેમમાં મર્યાદિત પાણીનો જથ્થો, રાજકોટ મનપાએ નર્મદાનું પાણી આપવા સરકાર પાસે માંગ કરી.

ચોમાસાની ઋતુ હોવા છતાં વરસાદ ખેંચાતા રાજકોટમાં ફરી એક વખત જળસંકટના વાદળો ઘેરાયા છે. રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ નર્મદાનું પાણી મેળવવા માટે રાજ્ય સરકારના દ્વાર ખખડાવ્યા છે અને તાત્કાલિક નર્મદાનું પાણી ફાળવવાની માંગ કરી છે.

ચોમાસા શરૂ થાય તે પહેલાં રાજકોટને પાણી પૂરું પાડતા ડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા હતા. જોકે, ચોમાસું ખેંચાતા અપેક્ષા મુજબ વરસાદ ન પડતાં ડેમોમાં પાણીની આવક ઘટી છે. પરિણામે હવે રાજકોટ સામે ફરી પાણીની સમસ્યા ઊભી થવાની ભીતિ સેવાઈ રહી છે.

હાલની સ્થિતિ પ્રમાણે રાજકોટને પાણી પૂરું પાડતા આજી-1 અને ન્યારી-1 ડેમમાં 10 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું મનાઈ રહ્યું છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો રાજકોટમાં પાણીના પ્રશ્નને લઈને સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

આજી-1 ડેમની સ્થિતિ

રાજકોટના મહત્વના જળસ્ત્રોત એવા આજી-1 ડેમમાં હાલ 22.23 ફૂટ પાણી ભરેલું છે. ડેમમાં આશરે 464.2 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ન્યારી-1 ડેમની સ્થિતિ

બીજી તરફ, ન્યારી-1 ડેમમાં હાલ 16.20 ફૂટ પાણી ભરેલું છે. અહીં આશરે 473.02 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

ચોમાસું ખેંચાતા અને ડેમોમાં પાણીની આવકમાં ઘટાડો થતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરી તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરમાં પાણીની અછત ન સર્જાય તે માટે મનપાએ રાજ્ય સરકાર પાસે નર્મદાનું પાણી આપવા માંગ કરી છે.

આ પણ વાંચોઃ લો બોલો, વડોદરામાં ₹ 15 લાખની કારનું નવું એન્જિન ગઠિયાએ પોતાની થારમાં ફીટ કરી દીધું

હવે રાજકોટની નજર વરસાદ પર છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય અને ડેમોમાં પાણીની આવક વધે તો જળસંકટનું જોખમ ઘટી શકે છે. અન્યથા સપ્ટેમ્બર બાદ રાજકોટમાં પાણીની વ્યવસ્થાને લઈને મનપા સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aji Dam Rajkot Water Shortage Rajkot Water Crisis

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ