બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લો બોલો, વડોદરામાં ₹ 15 લાખની કારનું નવું એન્જિન ગઠિયાએ પોતાની થારમાં ફીટ કરી દીધું

શોકિંગ કિસ્સો / લો બોલો, વડોદરામાં ₹ 15 લાખની કારનું નવું એન્જિન ગઠિયાએ પોતાની થારમાં ફીટ કરી દીધું

Published By: Nidhi Panchal

Last Updated: 08:28 AM, 8 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં છેતરપિંડીનો એવો અનોખો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ છે. સામાન્ય રીતે ભાડે લેવાયેલા વાહનોમાંથી પાર્ટ્સ કે એસેસરીઝ ચોરાતી હોવાના બનાવો સામે આવે છે, પરંતુ અહીં તો ગઠિયાઓએ આખી થાર કારનું અસલી એન્જિન જ બદલી નાખ્યું.

વડોદરામાં સેલ્ફ-ડ્રાઈવ કાર ભાડે આપતા એક વેપારી સાથે થયેલી અનોખી છેતરપિંડીએ સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે ભાડે લેવાયેલી કારમાંથી મ્યુઝિક સિસ્ટમ, ટાયર, બેટરી કે અન્ય એસેસરીઝની ચોરી થતી હોવાના બનાવો સામે આવતા હોય છે, પરંતુ આ ઘટનામાં ગઠિયાઓએ આખી રૂ. 15 લાખની નવી થાર કારનું અસલી એન્જિન જ કાઢી નાખ્યું અને તેની જગ્યાએ જૂની થારનું ખરાબ એન્જિન ફિટ કરી દીધું. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે.

VDR

મળતી માહિતી મુજબ, વડોદરામાં સેલ્ફ-ડ્રાઈવ કારનો વ્યવસાય કરતા આકાશ ભગતે પોતાની અંદાજે રૂ. 15 લાખની કિંમતની મહિન્દ્રા થાર કાર 14 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન રોજના રૂ. 4,000ના ભાડે મિત્ર મેહુલ પરમાર મારફતે કૃષ્ણા પાંડે નામના વ્યક્તિને આપી હતી. નિર્ધારિત સમય પૂર્ણ થતાં 17 જુલાઈના રોજ કાર પરત આપવામાં આવી હતી.

આકાશ ભગતને કારમાં કંઈક ગડબડ હોવાની શંકા ગઈ

કાર પરત આવ્યા બાદ જ આકાશ ભગતને કારમાં કંઈક ગડબડ હોવાની શંકા ગઈ. કારમાંથી અસામાન્ય અવાજ આવતો હતો અને વાહન 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે ચાલતું નહોતું. જ્યારે કાર પરત આપવા આવેલા વ્યક્તિને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે યુરિયાની સમસ્યા હોવાનું બહાનું બતાવીને વાત ટાળી દીધી હતી.

સમસ્યા રહેતાં આકાશ ભગતે કારને ગેરેજમાં તપાસ માટે મોકલી

જોકે કારની કામગીરીમાં સતત સમસ્યા રહેતાં આકાશ ભગતે કારને ગેરેજમાં તપાસ માટે મોકલી હતી. ત્યાં મિકેનિકે કારની વિગતવાર તપાસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે થારમાં રહેલું અસલી એન્જિન કાઢી લેવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ કોઈ જૂની થાર કારનું ખરાબ એન્જિન ફિટ કરી દેવામાં આવ્યું હતું.

કૃષ્ણા પાંડેનો સંપર્ક કરવાનો પ્રયાસ

આકાશ ભગતે ત્યારબાદ કારની RC બુકમાં નોંધાયેલા એન્જિન નંબર સાથે હાલ કારમાં રહેલા એન્જિન નંબરની સરખામણી કરી હતી. બંને નંબર અલગ હોવાનું સામે આવતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટી ગયો. ત્યારબાદ કૃષ્ણા પાંડેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું.

કારમાં લાગેલા GPSના આધારે તપાસ શરૂ

શંકા વધુ ગાઢ બનતાં આકાશ ભગતે કારમાં લાગેલા GPSના આધારે તપાસ શરૂ કરી હતી. GPS લોકેશનના આધારે તેઓ એક ગેરેજ સુધી પહોંચ્યા હતા. ત્યાં ગેરેજ સંચાલકની પૂછપરછ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું. ગેરેજ સંચાલકે કબૂલ્યું કે સન્ની સિંઘ નામનો વ્યક્તિ પોતાની જૂની થાર લઈને આવ્યો હતો અને તેણે રૂ. 15 હજાર આપીને નવી થારનું એન્જિન પોતાની જૂની કારમાં ફિટ કરાવી લીધું હતું.

નિયમ મુજબ RTOની મંજૂરી વગર કોઈપણ વાહનનું એન્જિન બદલવું ગંભીર ગુનો

આ સમગ્ર ઘટનાએ વાહન માલિકોમાં પણ ચિંતા વધારી છે. નિયમ મુજબ RTOની મંજૂરી વગર કોઈપણ વાહનનું એન્જિન બદલવું ગંભીર ગુનો ગણાય છે. ઉપરાંત જો વાહનના એન્જિન નંબર અને RC બુકમાં નોંધાયેલા નંબર અલગ હોય તો અકસ્માત, ચોરી અથવા અન્ય કોઈ કાનૂની પ્રક્રિયા દરમિયાન ઇન્સ્યોરન્સ ક્લેમ પણ નકારવામાં આવી શકે છે. તેથી આ પ્રકારની છેતરપિંડી વાહન માલિક માટે મોટું આર્થિક નુકસાન પણ સર્જી શકે છે.

પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

આકાશ ભગતે સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ઓમ સિંઘ રાજપુત, કૃષ્ણા પાંડે અને સન્ની સિંઘ રાજપૂતની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. હાલ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને તેમણે અન્ય કોઈ સેલ્ફ-ડ્રાઈવ કાર માલિક સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી છે કે નહીં તે દિશામાં તપાસ આગળ ધપાવી છે.

આ પણ વાંચો : સુરતમાં આકાર પામશે મા ખોડલધામનું ભવ્ય સંકુલ: મંદિર સાથે શૈક્ષણિક અને આરોગ્ય ધામ પણ ઊભું કરાશે

આ ઘટના સેલ્ફ-ડ્રાઈવ વાહન માલિકો માટે ચેતવણીરૂપ બની છે. માત્ર GPS લગાવવું પૂરતું નથી, પરંતુ હવે ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક (OBD) ટ્રેકિંગ જેવી આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવાની પણ જરૂરિયાત ઉભી થઈ છે, જેથી વાહનના એન્જિન સહિતના મહત્વના ભાગોમાં કોઈ ચેડાં થાય તો તેની તાત્કાલિક જાણ થઈ શકે. આ અનોખી છેતરપિંડીએ બતાવી દીધું છે કે હવે વાહન ભાડે આપતા પહેલા અને પરત મળ્યા બાદ તેની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરાવવી પણ એટલી જ જરૂરી બની ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Self Drive Car Vadodara Crime Thar Engine

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ