બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:07 AM, 8 August 2026
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા ડ્યુટી પર તૈનાત પોલીસકર્મીનું અચાનક મોત થયું છે. ડ્યુટી દરમિયાન તબિયત બગડતાં તેઓ ઢળી પડ્યા હતા અને હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક પોલીસકર્મીની ઓળખ 41 વર્ષીય ગણેશ રાયતે તરીકે થઈ છે. તેઓ મુંબઈ પોલીસની LA-4 યુનિટમાં તૈનાત હતા. શરૂઆતની માહિતી પ્રમાણે તેમના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી મુંબઈ પોલીસ વિભાગમાં શોકનો માહોલ છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે ગણેશ રાયતે શુક્રવારે સાંજે લગભગ 6 વાગ્યે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ડ્યુટી પર હાજર હતા. આ દરમિયાન અચાનક તેમની તબિયત ખરાબ થઈ અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. ત્યાં હાજર અન્ય પોલીસકર્મીઓએ તરત જ તેમને સારવાર માટે ભાભા હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ ગણેશ રાયતેને મૃત જાહેર કર્યા હતા. પોલીસની શરૂઆતની માહિતીમાં મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ગણેશ રાયતેના અચાનક મોતથી મુંબઈ પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે. ડ્યુટી દરમિયાન સાથી પોલીસકર્મીનું મોત થતાં અન્ય પોલીસકર્મીઓને પણ મોટો આઘાત લાગ્યો છે. પરિવારજનો માટે પણ આ ઘટના ખૂબ જ દુઃખદ બની છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Raghav Juyal: રાઘવ જુયાલનો ખૂની અવતાર જોઈને ભૂલી જશો ‘એનિમલ’, ‘ધ પેરેડાઇઝ’માં ખતરનાક લુકે ઉડાવ્યા હોશ!
ADVERTISEMENT
સુરક્ષા જેવી સંવેદનશીલ ડ્યુટીમાં પોલીસકર્મીઓને લાંબા સમય સુધી સતર્ક રહેવું પડે છે. ઘણી વખત તેઓ સતત ઊભા રહીને ડ્યુટી કરતા હોય છે. આવી સ્થિતિમાં અચાનક સર્જાતી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ગંભીર બની શકે છે.
ADVERTISEMENT
ગણેશ રાયતે મુંબઈ પોલીસની LA-4 યુનિટમાં ફરજ બજાવતા હતા. તેમની ડ્યુટી સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે લગાવવામાં આવી હતી.સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહી છે. આ કારણે સલમાન ખાનની સુરક્ષા કડક કરવામાં આવી છે. તેમના ઘરની આસપાસ પણ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત રહે છે.
ADVERTISEMENT
સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર અગાઉ ફાયરિંગની ઘટના પણ બની ચૂકી છે. આ ઘટના બાદ તેમની સુરક્ષા વધુ કડક કરવામાં આવી હતી. સલમાનના ઘરની આસપાસ પોલીસની તૈનાતી વધારવામાં આવી હતી અને સતત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવે છે.
41 વર્ષીય ગણેશ રાયતે પણ આ જ સુરક્ષા વ્યવસ્થાનો ભાગ હતા. તેઓ શુક્રવારે સાંજે ડ્યુટી પર હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડી હતી અને તેમનું મોત થયું હતું. હાલ પોલીસ દ્વારા ઘટનાને લઈને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શરૂઆતની માહિતી પ્રમાણે હાર્ટ એટેકને તેમના મોતનું કારણ માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.