બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદમાં રવિવારે પણ સ્કૂલો ચાલુ રહેશે! DEOએ બહાર પાડ્યો આદેશ, જાણો કેમ લેવાયો નિર્ણય

શૈક્ષણિક / અમદાવાદમાં રવિવારે પણ સ્કૂલો ચાલુ રહેશે! DEOએ બહાર પાડ્યો આદેશ, જાણો કેમ લેવાયો નિર્ણય

Published By: Hiralal Parmar
Reported By: Shubham Bhatt

Last Updated: 05:25 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સ્કૂલોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ છે.

અમદાવાદની સ્કૂલો રવિવારે ચાલુ રહી શકે છે. હકીકતમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં જાહેર થયેલી રજાઓના કારણે રવિવારે શાળા શરૂ રાખી શકશે. સંચાલકોને કહેવાયું છે કે તેઓ રવિવારે પણ સ્કૂલો ચાલુ રાખી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ મુજબનો પરિપત્ર બહાર પાડ્યો છે.

અભ્યાસમાં પડેલી ખોટની ભરપાઈ કરવા નિર્ણય

વરસાદને કારણે બંધ રહેલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં પડેલી ખોટની ભરપાઈ કરવા સંચાલકો રવિવારે સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકશે અને અભ્યાક્રમ પૂર્ણ કરી શકશે

જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ પ્રમાણે, અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો જરૂર જણાય તો સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ શાળા ચાલુ રાખી શકશે. આ સમય દરમિયાન અભ્યાસક્રમ પૂર્ણ કરવો, પુનરાવર્તન કરાવવું અને મૂલ્યાંકન જેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે.

રવિવારે સ્કૂલોએ આવવું મરજિયાત

જોકે, આ માટે શાળાઓએ વિદ્યાર્થીઓની સલામતી અને હવામાનની સ્થિતિને પ્રાથમિકતા આપવાની રહેશે. સાથોસાથ, વાલીઓને આ અંગે અગાઉથી જાણ કરવાની રહેશે અને શિક્ષકોની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને જ આયોજન કરવાનું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AHMEDABAD NEWS ahmedabad rain Ahmedabad schools

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ