બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આજે રાત્રે બનશે નવપંચમ રાજયોગ! બુધ-શનિની શુભ યુતિથી 3 રાશિઓને થશે મોટો ધનલાભ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / આજે રાત્રે બનશે નવપંચમ રાજયોગ! બુધ-શનિની શુભ યુતિથી 3 રાશિઓને થશે મોટો ધનલાભ

Last Updated: 02:56 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

5 ઑગસ્ટની રાત્રથી 22 ઑગસ્ટ સુધી બુધ-શનિનો નવપંચમ રાજયોગ બનશે, જે કર્ક, વૃશ્ચિક, મીન અને મકર રાશિને ખાસ લાભ આપશે. આ યોગથી કરિયર, નાણાં અને ભાગ્યમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે.

1/6

photoStories-logo

1. નવપંચમ યોગ

5 ઑગસ્ટની આજની રાત્રે બુદ્ધિ, વેપાર અને તર્કના કારક બુધગ્રહ પોતાની સ્વરાશિ મિથુનમાંથી નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં આવતાની સાથે જ તે મીન રાશિમાં બિરાજમાન શનિદેવથી પંચમ ભાવમાં આવી જશે, જ્યારે શનિ બુધથી નવમ ભાવમાં રહેશે. આ સ્થિતિથી બુધ અને શનિ વચ્ચે ખુબ શુભ નવપંચમ યોગની રચના થશે. જ્યોતિષમાં આ યોગને ભાગ્યવૃદ્ધિ, કરિયરમાં ઉછાળો અને અચાનક નાણાકીય લાભ આપનાર માનવામાં આવે છે. ચાલો જાણીએ કે આજની રાત્રથી બનતા આ નવપંચમ યોગથી કઈ રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કર્ક

બુધગ્રહ તમારી જ રાશિમાં ગોચર કરી રહ્યા છે, આથી આ નવપંચમ યોગ તમારા લગ્ન ભાવને ખૂબ મજબૂત બનાવશે. નોકરીકરતા લોકોને પદોન્નતિ અને પગારવૃદ્ધિના યોગ બની રહ્યા છે. જેમાં સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારી બૌદ્ધિક ક્ષમતા તથા તાર્કિક નિર્ણયોની પ્રશંસા થશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવા કૉન્ટ્રાક્ટ મળી શકે છે, જેનાથી ભવિષ્યમાં મોટો નફો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વૃશ્ચિક

તમારા માટે આ યોગ નવમ (ભાગ્ય) ભાવ અને પંચમ ભાવ વચ્ચે શુભ સંબંધ બનાવી રહ્યો છે. આથી લાંબા સમયથી અટકેલા કે અધૂરા કામ અચાનક પૂરા થવા લાગશે. શેરબજાર, જૂના રોકાણ કે કોઈ છુપા સ્ત્રોતથી ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ માટે આ સમય ખુબ અનુકૂળ રહેશે અને મહેનતનું ફળ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મીન

શનિ તમારી જ રાશિમાં બિરાજમાન છે, જ્યાંથી બુધ સાથે આ નવપંચમ યોગ રચાઈ રહ્યો છે. આથી ઑફિસમાં સીનીયર અધિકારીઓનો સહયોગ મળશે. તમારી જવાબદારીઓ વધી શકે છે. આર્થિક મુશ્કેલીઓ ધીમે-ધીમે દૂર થશે. અટકેલું ધન પાછું મળવાના સંકેત છે. આ સિવાય શનિ અને બુધનો આ સકારાત્મક યોગ તમારા મનને સ્થિરતા અને સાચા નિર્ણયો લેવાની શક્તિ આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મકર

મકર રાશિના સ્વામી પોતે શનિદેવ છે. જેમાં બુધ સાથે શનિનો આ નવપંચમ સંબંધ તમારા જીવનમાં સ્થિરતા અને ઉન્નતિ લાવશે. આવકના નવા સ્ત્રોતો સામે આવશે. તમારી જમા મૂડીમાં વધારો થશે. જો વ્યવસાયમાં પાર્ટનરશિપમાં કામ કરતા હો તો મોટો આર્થિક નફો જોવા મળી શકે છે. પરિવારજનો સાથેના સંબંધો મધુર બનશે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Navapancham Yoga Mercury Scorpio
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ