બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વરસાદની અસર ઓસર્યા બાદ હવે ગુજરાતમાં ખાવાની આ ચીજો બની ગઈ મોંઘી, લોકોને રાતા પાણીએ રડવાનો વારો!

ચોમાસું / વરસાદની અસર ઓસર્યા બાદ હવે ગુજરાતમાં ખાવાની આ ચીજો બની ગઈ મોંઘી, લોકોને રાતા પાણીએ રડવાનો વારો!

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 03:42 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદની અસર ઓસર્યા બાદ હવે ગુજરાતમાં ખાવાની ચીજોના ભાવમાં ઉછાળો આવ્યો છે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદની અસર હવે લોકોના રસોડા સુધી પહોંચી છે. સુરત જિલ્લાના બારડોલી શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઉત્પાદન ઘટતાં અને બહારથી શાકભાજી મંગાવવાનો ખર્ચ વધતાં ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે.

દક્ષિણ ગુજરાતમાં શાકભાજીના કાપોને વ્યાપક નુકસાન

ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જેના કારણે સ્થાનિક ખેડૂતો પાસેથી માર્કેટમાં આવતું શાકભાજી ઘટી ગયું છે. પુરવઠો ઓછો અને માંગ વધુ હોવાથી બારડોલી શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હાલની સ્થિતિમાં હોલસેલ વેપારીઓ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી શાકભાજી મંગાવી રહ્યા છે. પરંતુ લાંબા અંતરના પરિવહન ખર્ચમાં વધારો થતાં તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે.

સ્થિતિ સામાન્ય બને તો જ ભાવ ઘટશે

વેપારીઓનું કહેવું છે કે વરસાદી સ્થિતિ સામાન્ય નહીં બને ત્યાં સુધી ભાવમાં ખાસ રાહત મળવાની શક્યતા નથી. હાલ બારડોલી માર્કેટમાં ભીંડા 60 રૂપિયા પ્રતિ કિલો, ગવાર 120 રૂપિયા, રીંગણ 80 રૂપિયા, કરેલા 60 રૂપિયા, તુરીયા 100 રૂપિયા, પાપડી 80 રૂપિયા, તુવેર 120 રૂપિયા, વટાણા 160 રૂપિયા, ફ્લાવર 80 રૂપિયા, કાકડી 60 રૂપિયા, કંટાળા 240 રૂપિયા, મેથીભાજી 100 રૂપિયા અને લીલા ધાણા 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વેપારીઓનું માનવું છે કે વરસાદ ઓછો થશે, સ્થાનિક ખેતીમાંથી ફરી શાકભાજીનું ઉત્પાદન શરૂ થશે અને પરિવહન વ્યવસ્થા સામાન્ય બનશે ત્યાર બાદ જ બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળશે. ત્યાં સુધી ગ્રાહકોને મોંઘા શાકભાજી સાથે જ સમાધાન કરવું પડશે.

વધુ વાંચો : એલર્ટ! ગુજરાતમાં ફેલાઈ રહી છે આ બીમારી, કેન્દ્ર સરકારે તાબડતોબ લીધું મોટું એક્શન, સાચવજો બધા

વરસાદની અસર રસોડા સુધી પહોંચી

કુલ મળીને ભારે વરસાદની અસર હવે માત્ર ખેતી સુધી સીમિત રહી નથી. તેની સીધી અસર સામાન્ય નાગરિકોના ઘરખર્ચ અને રસોડા સુધી પહોંચી છે. આગામી દિવસોમાં વરસાદી પરિસ્થિતિ કેવી રહે છે અને સ્થાનિક ઉત્પાદન ક્યારે સામાન્ય બને છે, તેના પર હવે શાકભાજીના ભાવનો આધાર રહેશે.બારડોલી શાકભાજી માર્કેટમાં હાલ પુરવઠા કરતાં માંગ વધુ હોવાથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓને આશા છે કે વરસાદી સ્થિતિ સામાન્ય બન્યા બાદ જ ગ્રાહકોને મોંઘવારીમાંથી રાહત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rain update gujarat rain South gujarat vegetable prices

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ