બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / No ઇન્શ્યોરન્સ, No પેટ્રોલ! નવી કાર ખરીદતા પહેલા સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાંચી લેજો

નેશનલ / No ઇન્શ્યોરન્સ, No પેટ્રોલ! નવી કાર ખરીદતા પહેલા સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો વાંચી લેજો

Published By: Pravin Joshi

Last Updated: 12:29 AM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે દેશમાં થર્ડ-પાર્ટી વીમા વગર દોડતા વાહનો સામે આકરું વલણ અપનાવતા કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા નિર્દેશ આપ્યો છે.

દેશમાં માર્ગ અકસ્માતના પીડિતોને સમયસર વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે IRDAI અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને મળીને એક એવી વ્યવસ્થા તૈયાર કરવા જણાવ્યું છે, જેમાં વાહનના વીમા સ્ટેટસની ચકાસણી કર્યા પછી જ પેટ્રોલ પંપ પર ઈંધણ આપવામાં આવે.

court-hammer-simple

અનઇન્સ્યોર્ડ વાહનોના આંકડા અને નવો નિયમ

સંસદની નાણાકીય સ્થાયી સમિતિના 2024-25 ના રિપોર્ટ અનુસાર, દેશમાં નોંધાયેલા કુલ 30.48 કરોડ વાહનોમાંથી લગભગ 56 ટકા એટલે કે આશરે 16.54 કરોડ વાહનો વીમા વગર રસ્તાઓ પર દોડી રહ્યા છે.

મોટર વાહન અધિનિયમની કલમ 146: આ કલમ હેઠળ દરેક વાહન માટે થર્ડ-પાર્ટી વીમો લેવો કાયદાકીય રીતે ફરજિયાત છે, પરંતુ તેનું યોગ્ય પાલન થતું નથી.

પેટ્રોલિયમ મંત્રાલયની સંમતિ: જો વીમા વગરના વાહનોને ઈંધણ નહીં મળે તો આવા વાહનોની ઓળખ સરળ બનશે અને વાહન માલિકો પણ સમયસર વીમો લેવા પ્રેરાશે. આ પ્રસ્તાવ સામે પેટ્રોલિયમ મંત્રાલયે પણ કોઈ વાંધો ઉઠાવ્યો નથી.

Car Insurance

નવા વાહનો માટે થર્ડ-પાર્ટી વીમાની મુદતમાં વધારો

સુપ્રીમ કોર્ટે વર્ષ 2018 ના પોતાના જૂના આદેશમાં સુધારો કરતા થર્ડ-પાર્ટી વીમાની મુદત વધારી દીધી છે:

નવી કાર: હવે નવી કાર ખરીદતી વખતે 3 વર્ષના બદલે 4 વર્ષનો થર્ડ-પાર્ટી વીમો લેવો ફરજિયાત રહેશે.

નવા ટુ-વ્હીલર: નવા બે પૈડાંવાળા વાહનો માટે 5 વર્ષના બદલે 6 વર્ષનો થર્ડ-પાર્ટી વીમો લેવો પડશે.

વધુ વાંચો : ગુજરાતના યુવાનો માટે મોટી ખુશખબર, CM ભૂપેન્દ્ર પટેલે આપી ભરતીની મંજૂરી, જાણો ડિટેલ્સ

ANPR કેમેરા, ટોલ પ્લાઝા અને ઓટોમેટિક ઈ-ચલાન

હાઈવે પર અકસ્માતો અને ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનો ઘટાડવા માટે કોર્ટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે:

હાઈવે પર પાયલોટ પ્રોજેક્ટ: નેશનલ હાઈવે પર વાહનોને રોક્યા વગર ઓટોમેટિક સિસ્ટમથી ઓળખ કરીને ટેક્સ વસૂલવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો આદેશ અપાયો છે.

ANPR કેમેરા: ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરાને ઈન્સ્યોરન્સ ઈન્ફોર્મેશન બ્યુરો અને 'વાહન' (VAHAN) પોર્ટલ સાથે જોડીને વીમા વગરના વાહનો પર આપોઆપ ઈ-ચલાન જારી કરવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પોલીસ માટે એપ: રાજ્ય પોલીસને એવા મોબાઈલ ડિવાઈસ કે એપ પૂરા પાડવામાં આવશે જેનાથી તેઓ સ્થળ પર જ વાહનના વીમાની સ્થિતિ ચકાસી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NoInsuranceNoPetrol SupremeCourt VehicleInsurance

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ