ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મારૂતિ જેવી માઈલેજ, CRETA જેવો લુક, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે ધાંસૂ SUV
Last Updated: 02:34 PM, 26 September 2026
ADVERTISEMENT
રેનો દિવાળી પહેલાં તેની શાનદાર SUV ભારતીય બજારમાં લાવી રહી છે. કંપનીએ આ SUV વિશે અગાઉ જ પુષ્ટિ કરી દીધી હતી. અમે રેનો ડસ્ટર હાઇબ્રિડ વિશે વાત કરી રહ્યા છીએ, જે ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. કંપનીએ આ કારની લોન્ચિંગ તારીખની પુષ્ટિ કરી છે.
ADVERTISEMENT
ડસ્ટર ઈ-ટેક સ્ટ્રોંગ હાઈબ્રિડ 17 ઓક્ટોબરે લોન્ચ થવા જઈ રહી છે. આ વર્ષની શરૂઆતમાં, રેનોએ 1.0-લિટર અને 1.3-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે ડસ્ટર લોન્ચ કરી હતી. તે સમયે કંપનીએ તેના હાઈબ્રિડ વર્ઝનને પણ કન્ફર્મ કર્યુ છે, જે હવે લોન્ચિંગ માટે તૈયાર છે.
તેના ટીઝર પોસ્ટરમાં રેનોએ લખ્યું, "પ્રિય ડીઝલ, સફર માટે આભાર; હવે આગળની જવાબદારી અમે સંભાળીશું." બીજા શબ્દોમાં કહીએ તો, આ સંદેશ અત્યાર સુધીની સફર માટે ડીઝલ પ્રત્યે આભાર વ્યક્ત કરે છે અને સાથે જ એ પણ સૂચવે છે કે હવે પછીની સફરને બ્રાન્ડ પોતે આગળ વધારશે. જ્યારે ભારતીય બજારમાં Renault Duster સૌપ્રથમ લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે તેનું ડીઝલ એન્જિન તેની સફળતાનું એક મુખ્ય કારણ હતું.
ADVERTISEMENT
ડસ્ટર હાઇબ્રિડમાં શું હશે ખાસ?
જ્યારે રેનો ડસ્ટર 2026માં ફરીથી બજારમાં આવશે, ત્યારે તેની શ્રેણીમાં ડીઝલ એન્જિનનો સમાવેશ નહીં હોય; રેનોએ આ નવા તબક્કા માટે હાઇબ્રિડ પાવરટ્રેનનો વિકલ્પ પસંદ કર્યો છે. ડસ્ટર હાઇબ્રિડમાં 1.8 -લિટરનું ફોર-સિલિન્ડર એન્જિન હશે, જે બે ઇલેક્ટ્રિક મોટર્સ અને મલ્ટી-મોડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું હશે.
ADVERTISEMENT
આ સિસ્ટમ 160 hp પાવર અને 172 Nm ટોર્ક ઉત્પન્ન કરશે. તેમાં 1.4 kWનું બેટરી પેક આપવામાં આવશે. રેનોએ ભારત માટે આ સિસ્ટમની પુષ્ટિ અગાઉ જ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે શહેરી પરિસ્થિતિઓમાં આ કાર 80 ટકા સમય બેટરી પાવર પર ચાલશે; જોકે, ટ્રાફિક, બેટરી ચાર્જનું સ્તર અને ડ્રાઇવિંગ શૈલીના આધારે તેમાં ફેરફાર થઈ શકે છે.
આ એક 'સ્ટ્રોંગ હાઇબ્રિડ' સેટઅપ હોવાથી, તમારે તેને અલગથી ચાર્જ કરવાની જરૂર નહીં પડે; સિસ્ટમ પેટ્રોલ અને ઇલેક્ટ્રિક કામગીરીનું સંચાલન કરશે. ઝડપ ઘટતી વખતે 'રિજનરેટિવ બ્રેકિંગ' દ્વારા ઊર્જા પુનઃપ્રાપ્ત કરવામાં આવશે. કારની રેન્જ અને ફ્યુઅલ ઇકોનોમી અંગેની વિગતો તેના લોન્ચિંગ સમયે ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
કંપની આ કારને ડીઝલ મોડલ્સના વિકલ્પ તરીકે રજૂ કરી રહી છે. આ બ્રાન્ડ એવા ગ્રાહકોને લક્ષ્ય બનાવી રહી છે જેઓ શ્રેષ્ઠ માઈલેજ આપતી કાર ઈચ્છે છે. જોકે આ કાર હ્યુન્ડાઈ ક્રેટા અને ટાટા સિયેરા સાથે સ્પર્ધા કરે છે, પરંતુ તેના હાઈબ્રિડ વર્ઝનને મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રૂઝર હાઈરાઈડર તરફથી સીધી સ્પર્ધાનો સામનો કરવો પડશે. રેનો ડસ્ટર હાઈબ્રિડની સફળતામાં તેની કિંમત મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચોઃ Bajajની મોટી તૈયારી, નવા અવતારમાં આવશે 3 Pulsar બાઈક; રોડ પર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી નવી મોડલ્સ
ADVERTISEMENT
કેવી છે રેનો ડસ્ટરની સેલ્સ ?
વર્ષની શરુઆતમાં રેનો ડસ્ટરે બજારમાં પુનરાગમન કર્યું હતું. શરૂઆતમાં આ SUVનું વેચાણ સારું રહ્યું હતું, પરંતુ સમય જતાં તેમાં ઘટાડો થયો. માર્ચ મહિનામાં ડસ્ટરના 1,402 યુનિટ્સ વેચાયા હતા; એપ્રિલમાં વેચાણ વધીને 2,359 સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડાનો ક્રમ શરૂ થયો.
ADVERTISEMENT
રેનો ડસ્ટરનું વેચાણ મે મહિનામાં 1, 267 યુનિટ, જૂનમાં 1,011 યુનિટ, જુલાઈમાં 512 યુનિટ અને ઓગસ્ટમાં 402 યુનિટ રહ્યું હતું. હાલની ડસ્ટરની કિંમત 10.49 લાખ રુપિયાથી 18.69 લાખ રુપિયા એક્સ-શોરૂમની વચ્ચે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT