ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનનો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે પહેલીવાર ક્યારે થયો ઉપયોગ? જાણો ક્યારે પહેલીવાર મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાયા
Last Updated: 03:28 PM, 27 September 2026
ADVERTISEMENT
આજે વિશ્વભરમાં ટ્રેન જાહેર પરિવહનનું સૌથી મોટું અને મહત્વનું માધ્યમ બની ચૂક્યું છે, પરંતુ શું તમે જાણો છો કે એક સમયે ટ્રેનનો ઉપયોગ માત્ર ખાણોમાંથી કોલસો ઢસડવા માટે જ થતો હતો? 27 સપ્ટેમ્બર 1825 નો દિવસ વિશ્વના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે, કારણ કે આ દિવસે પ્રથમ વખત ટ્રેનમાં સામાન્ય મુસાફરોને બેસાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. ઈંગ્લેન્ડમાં શરૂ થયેલી આ પહેલે વિશ્વભરમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યાખ્યા કાયમ માટે બદલી નાખી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રથમ પેસેન્જર ટ્રેન શરૂ કરવા પાછળનો કિસ્સો ખૂબ જ રસપ્રદ છે. 1825 થી 1863 દરમિયાન ઉત્તર-પૂર્વ ઈંગ્લેન્ડમાં કાર્યરત 'રોબર્ટ સ્ટીફન્સન એન્ડ કંપની' નામની રેલવે કંપનીએ દેવાદારોથી બચવા અને પોતાની આવક વધારવા માટે એક નવો પ્રયોગ કરવાનું વિચાર્યું. તેમણે કોલસો વહન કરતા વેગનમાં બેન્ચો લગાવીને મુસાફરો માટે ખાસ ડબ્બા તૈયાર કર્યા. આ પ્રથમ યાત્રી ટ્રેનની ડિઝાઈન પ્રખ્યાત એન્જિનિયર જ્યોર્જ સ્ટીફન્સન દ્વારા તૈયાર કરવામાં આવી હતી. 26 September 1825 ની સાંજે 'એક્સપેરિમેન્ટ' નામનો કોચ ટ્રેન સાથે જોડવામાં આવ્યો અને તેની ટ્રાયલ રન હાથ ધરવામાં આવી. ત્યારબાદ 27 September ના રોજ 'લોકોમોશન નંબર 1' નામનું સ્ટીમ એન્જિન મુસાફરોને લઈને પોતાની પ્રથમ સત્તાવાર સફર પર નીકળ્યું.

ADVERTISEMENT
પ્રથમ યાત્રી ટ્રેનમાં 300 મુસાફરોની ક્ષમતા રાખવામાં આવી હતી, પરંતુ લોકોના ભારે ઉત્સાહને કારણે 450 થી 600 જેટલા લોકો તેમાં સવાર થઈ ગયા. કેટલાક મુસાફરો ખાલી ડબ્બાઓમાં તો કેટલાક કોલસાથી ભરેલા વેગનની ઉપર પણ બેસી ગયા હતા! શરૂઆતમાં ટ્રેનની આગળ ઘોડા પર સવાર એક વ્યક્તિ હાથમાં ઝંડો લઈને રસ્તો સાફ કરતો ચાલતો હતો. ટ્રેને 37 માઈલનું અંતર 14 માઈલ પ્રતિ કલાકની ઝડપે કાપ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઐતિહાસિક સફર દરમિયાન ટ્રેન બે વખત રોકાઈ હતી – એકવાર વ્હીલ તૂટી જવાના કારણે અને બીજી વાર 35 મિનિટ માટે એન્જિનના સમારકામ માટે. જ્યારે આ ટ્રેન ડાર્લિંગટન જંક્શન પર પહોંચી ત્યારે લગભગ 10,000 લોકોની મેદનીએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આમ, ઈંગ્લેન્ડના સ્ટોકટન અને ડાર્લિંગટન વચ્ચે શરૂ થયેલી આ ટ્રેન સેવા વિશ્વમાં જાહેર રેલ પરિવહનની શરૂઆતનો સત્તાવાર પુરાવો બની ગઈ, જેણે આગળ જઈને સમગ્ર વિશ્વને રેલ નેટવર્કથી જોડી દીધું.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT