ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / રવિવારે બેંકો ખુલ્લી છે, એટલે જલ્દી કામ પતાવી દેજો, સોમવારથી સતત 3 દિવસ છે હડતાળ

તમારા કામનું / રવિવારે બેંકો ખુલ્લી છે, એટલે જલ્દી કામ પતાવી દેજો, સોમવારથી સતત 3 દિવસ છે હડતાળ

Published By: Jinal Chauhan

Last Updated: 11:30 AM, 26 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની બેંક હડતાળને કારણે ગ્રાહકોને કેટલીક બેંકિંગ સેવાઓમાં મુશ્કેલી પડી શકે છે. આથી 27 સપ્ટેમ્બર, રવિવારે બેંકો ખુલ્લી રહેશે ત્યારે જરૂરી કામ પતાવી લેવા માટે ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે.

ADVERTISEMENT

બેંક કર્મચારીઓની 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળને ધ્યાનમાં રાખીને સરકારી અને કેટલીક જૂની ખાનગી બેંકોએ ગ્રાહકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ગ્રાહકોને હડતાળ શરૂ થાય તે પહેલાં પોતાના જરૂરી બેંકિંગ કામ પતાવી લેવાની સલાહ આપવામાં આવી છે.

27 સપ્ટેમ્બરે રવિવારે પણ બેંકો ખુલ્લી રહેશે

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા 28, 29 અને 30 સપ્ટેમ્બરે ત્રણ દિવસની દેશવ્યાપી બેંક હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. UFBUનો દાવો છે કે તે બેંકિંગ ક્ષેત્રના લગભગ 90 ટકા કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. હડતાળ પહેલા ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારી બેંકોને 27 સપ્ટેમ્બર રવિવારે પણ શાખાઓ ખુલ્લી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

પાંચ દિવસના બેંકિંગ સપ્તાહ સહિતની માંગ

બેંક કર્મચારી સંગઠનોની મુખ્ય માંગોમાં પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ લાગુ કરવાની માંગ સામેલ છે. હડતાળના કારણે શાખાઓ અને કેટલીક બેંકિંગ સેવાઓ પર અસર પડી શકે છે. તેથી ગ્રાહકોને પૈસા ઉપાડવા, જમા કરવા, ચેક સંબંધિત કામ અથવા અન્ય જરૂરી બેંકિંગ કામગીરી હડતાળ પહેલા જ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.

SBIએ ગ્રાહકોને શું કહ્યું?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાની એડવાઇઝરીમાં જણાવ્યું છે કે હડતાળ દરમિયાન શાખાઓ અને ઓફિસોમાં જરૂરી સેવાઓ ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે, હડતાળને કારણે કેટલીક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. SBIએ ગ્રાહકોને 28 સપ્ટેમ્બરથી શરૂ થનારી હડતાળ પહેલા જરૂરી બેંકિંગ વ્યવહારો પૂર્ણ કરી લેવાની સલાહ આપી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ રેલવેમાં આવી મોટાપાયે ભરતી, 12 પાસ ઉમેદવારો તૈયાર થઇ જાઓ! આ રીતે થશે સિલેક્શન

ATM અને ડિજિટલ બેંકિંગનો ઉપયોગ કરી શકાશે

SBIએ ગ્રાહકોને રોકડની જરૂરિયાત માટે ATM અને કેશ ડિપોઝિટ-વિથડ્રૉલ મશીનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત YONO, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, UPI સહિતની ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકાય છે. હડતાળ દરમિયાન શાખા આધારિત સેવાઓમાં મુશ્કેલી આવે તો આ ડિજિટલ માધ્યમો ગ્રાહકો માટે ઉપયોગી થઈ શકે છે.

બેંક ઓફ ઈન્ડિયાએ પણ આપી સલાહ

જાહેર ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયાએ પણ ગ્રાહકોને 28, 29 અને 30 સપ્ટેમ્બરની પ્રસ્તાવિત હડતાળ દરમિયાન મોબાઇલ બેંકિંગ, ATM, ઈન્ટરનેટ બેંકિંગ, બેંક પ્રતિનિધિ એટલે કે BC સેન્ટર અને UPI જેવી 24 કલાક ઉપલબ્ધ ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકો પણ આ ત્રણ દિવસની હડતાળમાં સામેલ થશે.

કર્ણાટક બેંકે પણ ગ્રાહકોને કર્યા સાવચેત

જૂની ખાનગી ક્ષેત્રની બેંક કર્ણાટક બેંકે પણ ગ્રાહકોને જણાવ્યું છે કે હડતાળ થાય તો તેની શાખાઓ, ઓફિસો અને વિભાગોના સામાન્ય કામકાજ પર અસર પડી શકે છે. જોકે, બેંકે સામાન્ય કામગીરી જાળવી રાખવા માટે જરૂરી પગલાં લેવાની વાત કહી છે. બેંકે એમ પણ જણાવ્યું છે કે હડતાળના કારણે થનારા સંભવિત નુકસાન અથવા કામગીરી પર પડનારી અસરનું હાલ ચોક્કસ આકલન કરી શકાય તેમ નથી.

ICICI, HDFC સહિતની નવી ખાનગી બેંકો ચાલુ રહેશે

ICICI બેંક, HDFC બેંક, Axis બેંક અને IndusInd બેંક જેવી નવી ખાનગી ક્ષેત્રની બેંકો સામાન્ય રીતે કામ કરતી રહેશે. એટલે આ બેંકોના ગ્રાહકોને અન્ય બેંકોની સરખામણીમાં શાખા આધારિત સેવાઓ અંગે અલગ સ્થિતિ રહેશે.

નાણાં મંત્રાલયે પણ હડતાળ ટાળવા અપીલ કરી

આ અઠવાડિયાની શરૂઆતમાં નાણાં મંત્રાલયે પણ બેંક કર્મચારીઓને હડતાળથી દૂર રહેવા અને બાકી રહેલી માંગણીઓનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા અપીલ કરી હતી. મંત્રાલયે કહ્યું હતું કે બેંક કર્મચારી સંગઠનોની મોટાભાગની ચિંતાઓનો હદ સુધી ઉકેલ લાવવામાં આવ્યો છે. જોકે, UFBU દ્વારા 28 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે.

ગ્રાહકો માટે શું કરવું?

જો તમારું કોઈ જરૂરી બેંકિંગ કામ છે તો 27 સપ્ટેમ્બર, રવિવારે બેંક ખુલ્લી હોવાનો લાભ લઈને તે પૂર્ણ કરી લેવું યોગ્ય રહેશે. હડતાળ દરમિયાન રોકડની જરૂરિયાત હોય તો અગાઉથી ATMમાંથી પૈસા ઉપાડી શકાય છે અને UPI, મોબાઇલ બેંકિંગ તથા ઈન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank Strike 2026 Bank Holiday September 2026 SBI Advisory

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ