ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં APK ફાઇલના નામે સાયબર ફ્રોડનો મોટો ખુલાસો, સપ્ટેમ્બરમાં 100થી વધુ લોકો બન્યા ભોગ
Last Updated: 02:41 PM, 28 September 2026
ADVERTISEMENT
અમદાવાદમાં સાયબર ગઠિયાઓ હવે છેતરપિંડી માટે માત્ર લોભામણી લિંક કે ફોનકોલનો સહારો લેતા નથી, પરંતુ લોકોના રોજિંદા જીવન સાથે જોડાયેલાં બહાનાં બનાવી એપીકે ફાઇલ મોકલી રહ્યા છે. ગેસનું બિલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, લગ્નની કંકોતરી સહિતના નામે મોકલાતી APK ફાઇલ પર ક્લિક અથવા તેને ઇન્સ્ટોલ કરવાનું લોકોને ભારે પડી રહ્યું છે. સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા બનાવોમાં સપ્ટેમ્બર મહિનામાં 100થી વધુ લોકો APK ફાઇલના નામે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. કેટલાક કેસમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે અન્ય અરજીઓમાં તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT

APK એટલે એન્ડ્રોઇડ ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે વપરાતું ફાઇલ ફોર્મેટ. સામાન્ય રીતે પ્લે-સ્ટોર મારફતે એપ ઇન્સ્ટોલ થતી હોય છે, પરંતુ સાયબર ગઠિયાઓ વોટ્સએપ, ટેલિગ્રામ અથવા અન્ય માધ્યમથી એપીકે ફાઇલ મોકલીને લોકો પાસે તેને ઇન્સ્ટોલ કરાવે છે. ફાઇલ ઇન્સ્ટોલ થયા બાદ મોબાઈલમાં રહેલી માહિતી, મેસેજ અને OTP સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યાર બાદ બેન્કિંગ વ્યવહારો કરીને ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે.
ADVERTISEMENT
પાલડીમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ એકાઉન્ટન્ટના મોબાઈલ પર તેમના ઓળખીતા ગેરેજવાળાના નંબર પરથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે એપીકે ફાઇલ આવી હતી. વૃદ્ધે ફાઇલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી હતી. થોડા દિવસ બાદ તેમના પુત્રએ બેન્કમાં ચેક ભરતાં તે રિટર્ન થયો હતો. બેન્કમાં તપાસ કરતાં વૃદ્ધ, તેમનાં પત્ની અને મિત્રના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું સામે આવ્યું હતું. કુલ 156 ટ્રાન્ઝેક્શન મારફતે 20.06 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. વૃદ્ધે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
મેઘાણીનગરમાં રહેતા 71 વર્ષીય નંદકિશોર ટાંકના મોબાઈલ પર ઓળખીતાના હેક થયેલા વોટ્સએપ નંબર પરથી લગ્નની કંકોતરીના નામે એપીકે ફાઇલ આવી હતી. તેમણે ફાઇલ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરતાં ગઠિયાઓએ મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. ત્યાર બાદ આઈડી-પાસવર્ડની માહિતી મેળવી ઓટીપી બાયપાસ કરીને તેમના બેન્કખાતામાંથી જુદાં જુદાં ટ્રાન્ઝેક્શન મારફતે 6,38,578 રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. બેન્કનાે મેસેજ આવ્યા બાદ છેતરપિંડીની જાણ થઈ હતી.
ADVERTISEMENT
થલતેજના 62 વર્ષીય સંજયભાઈ દવે પર 21 સપ્ટેમ્બરે અદાણી ગેસના નામે ખોટો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ અદાણી ગેસના નામ અને સિમ્બોલ ધરાવતા ફેક વોટ્સએપ નંબર પરથી ગૂગલ ફોર્મની લિંક તથા એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. ગઠિયાએ વીડિયો કોલ કરીને બે ક્રેડિટકાર્ડની વિગતો મેળવી હતી. ત્યાર બાદ સ્ક્રીન શેર કરાવી ઓટીપી મેળવી કુલ 8,26,385 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સાયબર ફ્રોડમાં આ સમય સૌથી મહત્ત્વનો છે. ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર થયાની જાણ થતાં જ વિલંબ કર્યા વગર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર જાણ કરવી જોઈએ, સાથે જ બેન્કને જાણ કરી સંબંધિત ખાતા અને કાર્ડને સુરક્ષિત કરાવવાની કાર્યવાહી કરવી જોઈએ. જેટલું મોડું થાય તેટલું રકમ ટ્રેસ કરી રોકવાની તક ઘટી શકે છે. તેથી ‘એક ક્લિક પહેલાં તપાસ’ જ સાયબર ગઠિયાઓથી બચવાનો સૌથી સરળ ઉપાય છે.
અધિકૃત વેબસાઈટ ઉપર જઈને બિલ પેમેન્ટ કરવુંઃ લવિના સિન્હા, ડીસીપી સાયબર ક્રાઈમ. APKના નામે થતા ચીટિંગમાં લોકોએ જાગૃત થવાની જરૂર છે. જો ગેસના બિલ ભરવા બાબતે ફોન કરે તો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને બિલ પેમેન્ટ કરવું, નહીં તો બેન્ક બેલેન્સ ખાલી થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT