ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં હોર્ન વગાડવા મુદ્દે મહિલા સાથે મારામારી, 5 વર્ષની જેલ અને રૂ. 42 હજારનો દંડ

ગુજરાત / અમદાવાદમાં હોર્ન વગાડવા મુદ્દે મહિલા સાથે મારામારી, 5 વર્ષની જેલ અને રૂ. 42 હજારનો દંડ

Published By: Nidhi Panchal

Last Updated: 02:52 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રસ્તા પર હોર્ન વગાડવાના મામલે મહિલા સાથે મારામારી અને જાતિગત અપશબ્દો બોલવાના કેસમાં સિટી સેશન્સ કોર્ટે હિતેશ રાવલને 5 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ. 42 હજારનો દંડ ફટકારવાની સાથે પીડિત મહિલાને રૂ. 20 હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

ADVERTISEMENT

રસ્તા પર હોર્ન વગાડવાના મામલે એક મહિલા સાથે મારામારી કરવા અને જાતિગત અપશબ્દો બોલવાના કેસમાં અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે હિતેશ રાવલ (૪૫ વર્ષ)ને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ. ૪૨ હજારનો દંડ પણ કર્યો છે. આ ઘટના ૪ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ બની હતી. મહિલા સ્કૂટર પર પોતાની બહેનને પાછળ બેસાડીને નરોડા ખાતે પોતાના ઘરે જઈ રહી હતી. રસ્તા વચ્ચે ચાલી રહેલા હિતેશ રાવલને જોઈ તેણે હોર્ન વગાડ્યું હતું. આથી રોષે ભરાયેલા હિતેશે મહિલા તરફ પાણીની બોટલ ફેંકી હતી. બોટલથી બચવાનો પ્રયાસ કરતાં મહિલાનું સંતુલન બગડ્યું હતું અને તે સ્કૂટર પરથી નીચે પડી ગઈ હતી.

Horn-2

મહિલા નીચે પડી ગયા બાદ હિતેશે તેની સાથે કથિત રીતે મારામારી કરી હતી અને તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. બંને એકબીજાને નજીકની હાઉસિંગ સોસાયટીઓના રહેવાસી હોવાના કારણે ઓળખતાં હતાં. મહિલા અનુસૂચિત જાતિ (એસસી) સાથે સંબંધ ધરાવતી હોવાથી હિતેશ પર તેની સામે જાતિગત અપશબ્દો બોલવાનો પણ આરોપ હતો. ત્યાર બાદ મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી

પોલીસે આરોપી સામે આઈપીસીની જોગવાઈઓ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી હતી. કેસની સુનાવણી વિશેષ અત્યાચાર નિવારણ કોર્ટમાં થઈ હતી. સરકારી વકીલ ભરત પટણીએ ફરિયાદી પક્ષ તરફથી કેસ રજૂ કર્યો હતો. કોર્ટે કેસમાં ૧૯ સાક્ષીઓની જુબાની નોંધી હતી અને ૨૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓના આધારે હિતેશ રાવલને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હિતેશે પોતે નિર્દોષ હોવાની વાતનું રટણ કરી દાવો કર્યો હતો કે જૂના વિવાદનો બદલો લેવા માટે મહિલાએ તેને ખોટી રીતે ફસાવ્યો છે.

હિતેશ રાવલને મહિલા સાથે મારામારી

વિશેષ ન્યાયાધીશ બી.જે. ઘાસુરાએ હિતેશ રાવલને મહિલા સાથે મારામારી કરવા અને જાતિગત અત્યાચાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. સરકારી પક્ષે ગુનાની ગંભીરતા અને ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવવા માટે કડક સજાની માગણી કરી હતી, જોકે હિતેશ રાવલે પોતાની નબળી આર્થિક સ્થિતિ અને છેલ્લાં ત્રણ વર્ષથી જેલમાં હોવાનો હવાલો આપી સજામાં રાહત આપવા વિનંતી કરી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં લીંબુના ભાવમાં તોતિંગ વધારો, 80 રૂપિયે મળતા લીંબુનો ભાવ અચાનક 400 રૂપિયાને પાર

સજાની માત્રા અંગે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું હતું કે આઈપીસીની જોગવાઈઓમાં સમયાંતરે સુધારા થયા હોવા છતાં આવા ગુનાઓની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો રહે છે. કોર્ટે વધુમાં કહ્યું કે જો આરોપીને યોગ્ય સજા અને દંડ ન કરવામાં આવે તો તે ભવિષ્યમાં આવા જ ગુનાઓ કરવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે. તેથી ફરિયાદી પક્ષે માગેલી સજા અને દંડ યોગ્ય તથા ન્યાયસંગત હોવાનું કોર્ટે નોંધ્યું હતું. કોર્ટે આ કેસમાં પીડિત મહિલાને રૂ. ૨૦ હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Horn Dispute Five Year Jail Sentence Ahmedabad Crime

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ