ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:13 PM, 4 August 2026
ADVERTISEMENT
ગુજરાતમાં 4000 ક્લાર્કની ભરતી પડી છે. CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી ખાલી પડેલી 4000 જેટલી ક્લાર્ક (બિન-શૈક્ષણિક સ્ટાફ)ની જગ્યાઓ પર ભરતીને મંજૂરી આપી દીધી છે.
ADVERTISEMENT
સ્કૂલ સંચાલકોને ભરતીની સત્તા
આ માટે શાળા સંચાલકોને ભરતી માટેની સત્તા આપવામાં આવી છે. સંચાલકો ભૂતકાળમાં જે પ્રચલિત પદ્ધતિ અને નીતિ-નિયમો હેઠળ ભરતી કરતા હતા, તે જ માળખાને અનુસરીને આ 4000 જગ્યાઓ પર પારદર્શી રીતે કર્મચારીઓની પસંદગી કરી શકશે.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ વિભાગને આપી સ્પસ્ટ સૂચના
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે આ ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય અને તેને વહેલી તકે પૂરી કરી લેવામાં આવે. આ નિર્ણયને શાળા સંચાલક મંડળ, શિક્ષક સંઘો અને શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓએ આવકાર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT