બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Ramayan: ન રણબીર, ન યશ, ન સની દેઓલ… ‘રામાયણ’નો આ એક્ટર છે સૌથી અમીર, ₹1000 કરોડથી વધુની નેટવર્થ!

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / Ramayan: ન રણબીર, ન યશ, ન સની દેઓલ… ‘રામાયણ’નો આ એક્ટર છે સૌથી અમીર, ₹1000 કરોડથી વધુની નેટવર્થ!

Last Updated: 08:31 AM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ 'રામાયણ' દિવાળીએ રિલીઝ થવાની તૈયારીમાં છે. ટ્રેલર બાદ ફિલ્મના કલાકારો પણ ચર્ચામાં છે, પરંતુ સૌથી વધુ સંપત્તિ ધરાવતો અભિનેતા રણબીર કપૂર કે યશ નહીં, પરંતુ વિવેક ઓબેરોય હોવાનું કહેવાય છે.

1/7

photoStories-logo

1. ‘રામાયણ’નો આ એક્ટર છે સૌથી અમીર

₹4000 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. જોકે તેમની નેટવર્થની વાત કરીએ તો વિવેક ઓબેરોય સૌને પાછળ છોડી દે છે. ચાલો જાણીએ 'રામાયણ'ના ટોપ સ્ટાર્સની સંપત્તિ વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વિવેક ઓબેરોય છે ફિલ્મના સૌથી ધનિક અભિનેતા

'રામાયણ'માં વિવેક ઓબેરોય વિદ્યુત્જિહ્વનું પાત્ર ભજવી રહ્યા છે, જે રાવણની બહેન શૂર્પણખાનો પતિ હતો. ફિલ્મમાં તેમનો રોલ ભલે નાનો હોય, પરંતુ સંપત્તિના મામલે તેઓ સૌથી આગળ છે. વિવિધ મીડિયા રિપોર્ટ્સ મુજબ વિવેક ઓબેરોયની કુલ નેટવર્થ અંદાજે ₹1200 કરોડ છે. ફિલ્મો ઉપરાંત તેઓ અનેક સફળ બિઝનેસ અને રોકાણમાંથી પણ મોટી કમાણી કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. રણબીર કપૂર બીજા સ્થાને

ફિલ્મમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવનારા રણબીર કપૂર છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વધુ ફી લેનારા અભિનેતાઓમાં સામેલ થયા છે. રિપોર્ટ્સ મુજબ તેમની કુલ નેટવર્થ અંદાજે ₹369થી ₹400 કરોડ વચ્ચે છે. ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, પ્રોફિટ શેરિંગ, રિયલ એસ્ટેટ અને અન્ય રોકાણો તેમની આવકના મુખ્ય સ્ત્રોત છે. 'રામાયણ' માટે પણ તેમણે કરોડોની ફી લીધી હોવાનું કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સની દેઓલ ત્રીજા ક્રમે

ફિલ્મમાં હનુમાનજીનું પાત્ર ભજવનારા સની દેઓલ પણ સૌથી વધુ સંપત્તિ ધરાવતા કલાકારોમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ નેટવર્થ અંદાજે ₹130 કરોડ છે. તેઓ ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ પ્રમોશન અને અન્ય પ્રોજેક્ટ્સમાંથી પણ સારી આવક મેળવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. યશની પણ છે કરોડોની સંપત્તિ

KGFથી દેશભરમાં લોકપ્રિય બનેલા યશ 'રામાયણ'માં રાવણની ભૂમિકામાં જોવા મળશે. વિવિધ રિપોર્ટ્સ મુજબ તેમની કુલ નેટવર્થ અંદાજે ₹53 કરોડ હોવાનું જણાવવામાં આવે છે. ફિલ્મો અને બ્રાન્ડ ડીલ્સ તેમની આવકના મુખ્ય સ્ત્રોત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફિલ્મમાં કોણ ભજવી રહ્યું છે કયું પાત્ર?

'રામાયણ'માં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, યશ રાવણ, સની દેઓલ હનુમાનજી અને વિવેક ઓબેરોય વિદ્યુત્જિહ્વના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે અને તેનું પ્રથમ ભાગ દિવાળી પર રિલીઝ થવાનો છે. સાથે જ બીજા ભાગનું પણ મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ટ્રેલર બાદ ફિલ્મ કેમ ચર્ચામાં છે?

ફિલ્મનો ટ્રેલર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર VFX, કોસ્ટ્યુમ ડિઝાઇન અને કેટલાક પાત્રોના લુકને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. જોકે મેકર્સ ફિલ્મના પોસ્ટ-પ્રોડક્શન પર કામ કરી રહ્યા છે અને રિલીઝ પહેલાં અનેક સુધારા કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ramayan Movie Vivek Oberoi Net Worth Ranbir Kapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ