બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 14 લાખ લીધા, શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવીને છોડી, અમદાવાદમાં યુવતીએ છેતરપિંડી-બળાત્કારની ફરિયાદ કરાવી

ક્રાઈમ / 14 લાખ લીધા, શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવીને છોડી, અમદાવાદમાં યુવતીએ છેતરપિંડી-બળાત્કારની ફરિયાદ કરાવી

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 09:24 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે અને મહિલાને ફરીયાદને આધારે પોલીસે તપાસ શરુ કરી છે.

અમદાવાદના શાહીબાગમાં મૂળ બોટાદના રાહુલ આહિરગામા નામના યુવક સામે એક મહિલાએ છેતરપિંડી અને દુષ્કર્મ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ફરીયાદ લઈને તપાસ શરુ કરી દીધી છે.મહિલાએ તેની ફરીયાદમાં કહ્યું કે રાહુલ આહિરગામાએ 2023થી જૂન 2026 દરમિયાન યુવતીને વિશ્વાસમાં લીધી હતી અને તેની સાથે ઠગાઈ આચરી હતી. ઓનલાઈન ગેમમાં 60 લાખ હાર્યો હોવાને બહાને મારી પાસેથી પૈસાની મદદ માગી હતી જે મેં પ્લોટ ગીરો રાખી, સોનાનો હાર ગીરો મૂકી અને ઉછીના લઈ કુલ રૂ 14.30 લાખ તેને આપ્યાં હતા.

નોકરી મળ્યા બાદ તમામ રૂપિયા પાછા આપવાની ખાતરી

મહિલાએ કહ્યું કે રાહુલે મને નોકરી મળ્યા બાદ તમામ રૂપિયા પરત આપવાની ખાતરી આપી વિશ્વાસઘાત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ લગ્નનું વચન આપીને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં ગર્ભવતી બનાવીને મને છોડી દીધી હતી. આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસ આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસે તપાસ શરુ કરી

પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીની ઓળખ, ઘટનાની હકીકતો તેમજ બંને પક્ષો વચ્ચેના સંબંધોની તપાસ કરવામાં આવી રહી છે. શાહીબાગ પોલીસે જણાવ્યું કે પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું છે અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ વધુ તપાસ ચાલુ હોવાથી પોલીસે વિગતવાર માહિતી જાહેર કરી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Crime News Crime News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ