ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બાપ રે..! 32 સેકન્ડમાં માર્યા 34 ઘા, પતિ છું કહીને સ્કૂલમાં ઘૂસ્યો અને શિક્ષિકા પર તૂટી પડ્યો

ક્રાઈમ / બાપ રે..! 32 સેકન્ડમાં માર્યા 34 ઘા, પતિ છું કહીને સ્કૂલમાં ઘૂસ્યો અને શિક્ષિકા પર તૂટી પડ્યો

Published By: Pravin Joshi

Last Updated: 06:49 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણાના ફરીદાબાદના સિકરોના ગામમાં એક સનસનાટીભરી અને દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી શાળામાં ઘૂસીને 21 વર્ષીય નકાબપોશ યુવકે 32 વર્ષીય મહિલા શિક્ષિકા સંધ્યા પર માત્ર 32 સેકન્ડમાં ચાકુ વડે 34 કરપીણ વાર કરીને તેમની નિર્મમ હત્યા કરી દીધી હતી.

ADVERTISEMENT

હરિયાણાના ફરીદાબાદ જિલ્લા સ્થિત સિકરોના ગામની એક ખાનગી સ્કૂલમાં સોમવારે સવારે એક સનકી યુવકે દાનવીય કૃત્ય આચરતા શાળાની જ મહિલા શિક્ષિકાની ચાકુથી ગોદીને હત્યા કરી નાખી હતી. આરોપીએ શિક્ષિકાના ગળાથી લઈને પેટ સુધી 32 સેકન્ડના ટૂંકા ગાળામાં 34 વાર કર્યા હતા.

didha - 2026-08-04T184853.687

ઘટનાનો વિગતવાર ક્રમ

બે બાળકોની માતા 32 વર્ષીય સંધ્યા સિકરોના સ્થિત સરસ્વતી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. સોમવારે સવારે મોં પર કપડું બાંધીને આવેલા એક નકાબપોશ યુવકે ગાર્ડ પાસે જઈને સંધ્યાના પતિનું નામ લઈને તેમને બહાર બોલાવવા કહ્યું હતું. સંધ્યા જેવાં જ બહાર આવી કે તરત જ આરોપીએ તેમનો હાથ પકડીને નીચે ખેંચી લીધી હતી અને પોતાની પાસે રહેલા ચાકુથી સતત હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. શિક્ષિકાની ચીસો સાંભળીને શાળાના સંચાલકો દોડી આવ્યા હતા. આરોપીએ તેમના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. શાળાના લોકો લાકડીઓ લઈને પાછા ફર્યા ત્યાં સુધીમાં આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ચૂક્યો હતો.

એકતરફી પ્રેમ અને હત્યાનું કારણ

પોલીસે કાર્યવાહી કરીને કોટ ગામના રહેવાસી 21 વર્ષીય અમિત નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી અમિતે ખુલાસો કર્યો કે તે શિક્ષિકા સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ સંધ્યાએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આરોપી છેલ્લા 2 વર્ષથી શિક્ષિકાની પાછળ પડ્યો હતો. તેની હેરાનગતિથી કંટાળીને જ સંધ્યાએ કોટ ગામની સ્કૂલ છોડીને સિકરોનાની સ્કૂલમાં નોકરી શરૂ કરી હતી. આ અગાઉ સંધ્યાએ આરોપી સામે છેડતીની પોલીસ ફરિયાદ પણ કરી હતી, પરંતુ આરોપીએ માફી માંગતા સમાધાન થયું હતું. શિક્ષિકાના પતિના જણાવ્યા મુજબ, ફરિયાદ કર્યા બાદ આરોપીએ તેમની સાથે મારામારી પણ કરી હતી.

કાર્યવાહી / અભિનેત્રી ત્રિશા પર વિવાદિત ટિપ્પણી બાદ બવાલ, ઉદયનિધિ સ્ટાલિનને પોલીસે કસ્ટડીમાં લીધા

કેસની ધમકી આપતાં ઘડ્યું હત્યાનું ષડયંત્ર

સંધ્યાએ સિકરોનાની શાળામાં કામ શરૂ કર્યા પછી પણ અમિત તેમને પરેશાન કરતો હતો અને વાત કરવા માટે દબાણ કરતો હતો. જ્યારે સંધ્યાએ તેની સામે ફરીથી પોલીસ કેસ કરવાની ધમકી આપી, ત્યારે અમિતે તેમની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું. તેણે 2 મહિના પહેલાં જ એક ફેરિયા પાસેથી હત્યા કરવા માટે ચાકુ ખરીદી લીધું હતું અને છેલ્લા 2 મહિનાથી શિક્ષિકાની હત્યા કરવાની તકની રાહ જોઈ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલું ચાકુ કબજે કરીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TeacherMurder FaridabadCrime HaryanaNews

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ