બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેરવારો જાણી લેજો, ઓગસ્ટમાં IBPS, સેના, બેંક સહિત અનેક ભરતીની અરજી બંધ થશે
6 ફોટો ગેલેરી
Last Updated: 09:30 AM, 5 August 2026
1/6
ઓગસ્ટ 2026 સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ મહિનો સાબિત થઈ રહ્યો છે. દેશની વિવિધ સરકારી સંસ્થાઓ અને વિભાગોમાં હજારો ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. AIIMS, IBPS ક્લાર્ક, પંજાબ નેશનલ બેંક (PNB), યુનિયન બેંક, ભારતીય સેના, JAG એન્ટ્રી અને SAIL જેવી સંસ્થાઓએ વિવિધ પદો માટે અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો માટે આ ભરતીમાં અરજી કરવાની આ છેલ્લી તક હોઈ શકે છે, તેથી ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલાં અરજી પૂર્ણ કરવી જરૂરી છે.
2/6
AIIMS દિલ્હી, AIIMS કલ્યાણી, AIIMS પટના, ESIC નવી દિલ્હી અને RML સહિત દેશભરની 27 મોટી હોસ્પિટલોમાં નર્સિંગ ઓફિસરની ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. કુલ 2,218 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. B.Sc. નર્સિંગ અથવા પોસ્ટ-B.Sc. નર્સિંગ ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉપરાંત ઉમેદવારોએ ભારતીય નર્સિંગ કાઉન્સિલમાં નર્સ અથવા મિડવાઇફ તરીકે નોંધણી કરાવેલી હોવી જોઈએ. જનરલ નર્સિંગ અને મિડવાઇફરીનો ડિપ્લોમા ધરાવતા ઉમેદવારોએ રાજ્ય અથવા ભારતીય નર્સિંગ કાઉન્સિલમાં નોંધણી સાથે બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉમેદવારો 13 ઓગસ્ટ, સાંજે 5 વાગ્યા સુધી NORCET-11 માટે અરજી કરી શકે છે.
3/6
IBPS ક્લાર્ક ભરતી 2026 માટે પણ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 1 ઓગસ્ટથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. હાલમાં ખાલી જગ્યાઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. આ ભરતી દ્વારા બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક અને પંજાબ નેશનલ બેંક સહિત દેશની જાહેર ક્ષેત્રની બેંકોમાં ગ્રાહક સેવા એસોસિએટ્સ (CSA) એટલે કે ક્લાર્ક તરીકે નોકરી મેળવવાની તક મળશે. સામાન્ય સ્નાતક ઉમેદવારો 21 ઓગસ્ટ, 2026 સુધી અરજી કરી શકશે. બીજી તરફ પંજાબ નેશનલ બેંકમાં 545 લોકલ બેંક ઓફિસર (LBO)ની ભરતી પણ ચાલી રહી છે. ઉમેદવાર પાસે સ્નાતક ડિગ્રી અને ક્લાર્ક અથવા ઓફિસર કેડરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉમેદવારની ઉંમર 20થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને અનામત વર્ગને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે. અરજી કરવાની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ છે.
4/6
ભારતીય સેનામાં જોડાવા ઈચ્છતા NCC કેડેટ્સ માટે પણ સુવર્ણ તક છે. NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ (125મો કોર્સ) હેઠળ પુરુષ અને મહિલા ઉમેદવારો માટે કુલ 70 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી અને NCC 'C' સર્ટિફિકેટમાં ઓછામાં ઓછો 'B' ગ્રેડ હોવો જરૂરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ, 2026 બપોરે 3 વાગ્યા સુધી છે. ઉપરાંત કાયદાના સ્નાતકો માટે આર્મી JAG (જજ એડવોકેટ જનરલ) એન્ટ્રી માટે પણ અરજી મંગાવવામાં આવી છે. LLB ડિગ્રી અને CLAT PG 2026 સ્કોર ધરાવતા ઉમેદવારો 17 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે. કુલ 10 જગ્યાઓ માટે પસંદગી શોર્ટલિસ્ટિંગ, SSB, મેડિકલ અને મેરિટના આધારે થશે. આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.
5/6
યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર, સિનિયર મેનેજર, ચીફ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજર સહિત કુલ 395 અધિકારી કક્ષાની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તમામ જગ્યાઓ નિયમિત ધોરણે ભરવામાં આવશે. લાયક ઉમેદવારો 10 ઓગસ્ટ, 2026 સુધી અરજી કરી શકશે અને આ તારીખ સુધીમાં અરજી ફી પણ ભરવી જરૂરી રહેશે. બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સારી તક માનવામાં આવી રહી છે.
6/6
સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (SAIL)ના રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટમાં 1,110 એપ્રેન્ટિસ જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરવામાં આવી છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કાર્ય અનુભવ મેળવવા ઇચ્છતા ઉમેદવારો 26 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે, જ્યારે વોક-ઇન ઇન્ટરવ્યૂ 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. 10મું પાસ, ITI, ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન ઉમેદવારોએ NATS અથવા એપ્રેન્ટિસશિપ ઇન્ડિયા પોર્ટલ દ્વારા અરજી કરવી પડશે. ઇલેક્ટ્રિશિયન, ફિટર, મશીનિસ્ટ, વેલ્ડર, કેમિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, B.Sc. નર્સિંગ, B.A. તેમજ વિવિધ ટેકનિશિયન પદો માટે બેઠકો ઉપલબ્ધ છે. ઓગસ્ટ મહિનો સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અનેક ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની મહત્વપૂર્ણ તક લઈને આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
Budh Gochar 2026 / આજે બુધ કરશે કર્ક રાશિમાં ગોચર, 6 રાશિઓ માટે ખુલશે સફળતાના દરવાજા!
ટોપ સ્ટોરીઝ