બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેન મોડી થવા પાછળ માત્ર ધુમ્મસ-વરસાદ જવાબદાર નથી! આ કારણો જાણીને તમે પણ ચોંકી જશો

photo-story

5 ફોટો ગેલેરી

Train Delay / ટ્રેન મોડી થવા પાછળ માત્ર ધુમ્મસ-વરસાદ જવાબદાર નથી! આ કારણો જાણીને તમે પણ ચોંકી જશો

Last Updated: 10:38 AM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Indian Trains Delayed Top Reasons:જ્યારે પણ શિયાળાની ઋતુ આવે છે અથવા ભારે વરસાદ પડે છે, ત્યારે ટ્રેનો મોડી પડવાનો સિલસિલો શરૂ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે હવામાન ઉપરાંત કયા કારણે ટ્રેનો સૌથી વધુ મોડી પડે છે?

1/5

photoStories-logo

1. ગુજરાત અને મુંબઈથી દિલ્હી જતી ટ્રેનોમાં 17 કલાક સુધી મોડી થઇ

તાજેતરમાં, ભારે વરસાદને કારણે ગુજરાત અને મુંબઈથી દિલ્હી જતી ટ્રેનોમાં 17 કલાક સુધી મોડી થઇ. આ ઉપરાંત, શિયાળા દરમિયાન ધુમ્મસને કારણે પણ ઘણી ટ્રેનો મોડી ચાલે છે. જોકે, શું તમે જાણો છો કે ટ્રેનો મોડી પડવા પાછળ માત્ર ધુમ્મસ અને વરસાદ જ નહીં, પરંતુ ૩૩થી વધુ કારણો જવાબદાર છે અને તેમાંથી મોટાભાગના કારણો રેલવેના નિયંત્રણ હેઠળ હોય છે? હકીકતમાં, આમાંના મોટાભાગના વિલંબ માટે હવામાન મુખ્ય કારણોમાં સામેલ નથી. આવો જાણીએ કે ટ્રેનો મોડી પડવા પાછળના સૌથી સામાન્ય કારણો કયા છે...

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ટ્રેન મોડી થવા અંગે રિપોર્ટ

થોડા વર્ષો પહેલાં રેલવે તાલીમ સંસ્થા IRITM એ CAG ના ઓડિટના આધારે ટ્રેનો મોડી પડવા અંગે એક રિપોર્ટ પબ્લિશ થયો હતો. આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે, જોકે મોડી થવા માટે સામાન્ય રીતે 33 કારણો જેમાં ખરાબ હવામાન પણ જવાબદાર ગણવામાં આવે છે, તેમાંથી 27 પરિબળો રેલવેના નિયંત્રણ હેઠળ છે. વધુમાં, આ 27 પરિબળોમાંથી માત્ર છ પરિબળો જ ટ્રેનોના કુલ વિલંબના 65-66 ટકા હિસ્સા માટે જવાબદાર છે. આમ, કહી શકાય કે ટ્રેનોમાં થતા મોટાભાગના વિલંબ માટે આ છ પરિબળો જ કારણભૂત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. આ છે ટ્રેન મોડી પડવા પાછળનું કારણ

(1) આઉટ ઓફ પાથઃ જ્યારે કોઈ ટ્રેન તેના નિર્ધારિત સમય કે નિયત પાટા પર દોડી શકતી નથી અને અન્ય ટ્રેનોને માર્ગ આપવા માટે તેને અટકાવવી પડે છે અથવા બીજા પાટા પર વાળવી પડે છે, ત્યારે મોડુ થાય છે. (2) એન્જિનિયરિંગઃ પાટા, પુલ, સિગ્નલિંગ અથવા રેલવેના અન્ય મરમમત અને જાળવણી માટે ટ્રેનની ગતિ ઘટાડવી અથવા તેને કામચલાઉ ધોરણે અટકાવવી જરૂરી બને છે. (3) ટ્રાફિક: કોઇ પણ રૂટ પર ટ્રાફિકનું પ્રમાણ વધુ હોવાને કારણે અથવા સંચાલન સંબંધિત દબાણને લીધે ટ્રેનોએ સિગ્નલ પર રાહ જોવી પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ટ્રેન મોડી પડવા પાછળનું કારણ

(4) પ્લાન બ્લોક: ટ્રેકનું સમારકામ કે જાળવણી કરવા માટે રેલવે લાઇનને નિર્ધારિત સમયગાળા માટે બંધ રાખવામાં આવે છે. આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતી ટ્રેનોને મોડી પડી શકે છે. (5) ઝોનનો ડિફરન્સઃ જો કોઈ ટ્રેન પ્રથમ રેલવે ઝોનમાંથી મોડી આવી હોય અને બીજા ઝોનમાં પ્રવેશ કરે, તો તે પછીનો ઝોન પણ તે જ વિલંબ સાથે ટ્રેનનું સંચાલન કરે છે. (6) પુનઃનિર્ધારણ: સંચાલન-સંબંધી કારણો, ટ્રાફિક, જાળવણી અથવા અન્ય સંજોગોને લીધે રેલવે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરે છે, જેના પરિણામે સમગ્ર મુસાફરીનું સમયપત્રક પછીના સમયમાં ખસેડવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. બાકી કયા કારણો થી ટ્રેન મોડી પડે છે ?

આ ઉપરાંત, ખરાબ હવામાન, ચેઈન ખેંચવી, અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ, આંદોલનો, અકસ્માતો, ડીઝલ કે ઇલેક્ટ્રિક એન્જિનમાં ખામી, કોચ અને વેગનમાં ખામી, ઓવરહેડ પાવર લાઈનની સમસ્યાઓ, ગ્રીડ ફેલ્યોર, સિગ્નલની સમસ્યાઓ, કોઈ વ્યક્તિનું ટ્રેનની અડફેટે આવવું અને લેવલ ક્રોસિંગને લગતી સમસ્યાઓ જેવા કારણોસર પણ ટ્રેનો ઘણીવાર મોડી પડે છે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

top reasons railway report reason not weather Indian Trains Delayed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ