બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Passport Fee: પાસપોર્ટ માટે ₹2500 કેમ ચૂકવવા પડે છે? સરકારે પહેલીવાર આપ્યો ફીનો સંપૂર્ણ હિસાબ

photo-story

6 ફોટો ગેલેરી

તમારા કામનું / Passport Fee: પાસપોર્ટ માટે ₹2500 કેમ ચૂકવવા પડે છે? સરકારે પહેલીવાર આપ્યો ફીનો સંપૂર્ણ હિસાબ

Last Updated: 11:25 AM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પાસપોર્ટ બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવતી ફી અંગે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે. આધાર કાર્ડ કે મતદાર ઓળખપત્ર મફતમાં બને છે તો પાસપોર્ટ માટે હજારો રૂપિયા કેમ ચૂકવવા પડે છે?

1/6

photoStories-logo

1. પાસપોર્ટ માટે ₹2500 કેમ ચૂકવવા પડે છે?

કેન્દ્ર સરકારે સંસદમાં આ પ્રશ્નનો જવાબ આપતા પાસપોર્ટ બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને તેના પાછળ થતા ખર્ચનો વિગતવાર ખુલાસો કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ પાસપોર્ટ તૈયાર કરવા માટે માત્ર બુકલેટ જ નહીં પરંતુ સુરક્ષા, ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક ખર્ચ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પાસપોર્ટ માટે ફી કેમ લેવામાં આવે છે?

સરકારે જણાવ્યું કે પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં અનેક પ્રકારના ખર્ચ થાય છે. અરજીની ચકાસણી, દસ્તાવેજોની તપાસ, પોલીસ વેરિફિકેશન, ટેક્નિકલ પ્રક્રિયા અને સુરક્ષિત પાસપોર્ટ તૈયાર કરવા માટે અલગ-અલગ સ્તરે ખર્ચ કરવામાં આવે છે. આ તમામ ખર્ચને ધ્યાનમાં રાખીને પાસપોર્ટ માટે નિર્ધારિત ફી લેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ઈ-પાસપોર્ટના કારણે ખર્ચમાં થયો વધારો

સરકારના જણાવ્યા અનુસાર હવે ચિપ આધારિત ઈ-પાસપોર્ટ તરફ આગળ વધવામાં આવી રહ્યું છે. આ નવી ટેક્નોલોજી ધરાવતી પાસપોર્ટ બુકલેટની કિંમત અગાઉની સરખામણીએ વધુ છે. ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસ (ISP) દ્વારા તૈયાર થતી ઈ-પાસપોર્ટ બુકલેટ અને તેની સાથે જોડાયેલા અન્ય ટેક્નિકલ ખર્ચમાં પણ વધારો થયો છે. તેથી પાસપોર્ટ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ થાય છે ખર્ચ

પાસપોર્ટ સેવા કેન્દ્રોનું સંચાલન, ડિજિટલ સિસ્ટમ, સર્વિસ પ્રોવાઇડર્સને ચૂકવણી, ડેટા મેનેજમેન્ટ અને અન્ય વહીવટી વ્યવસ્થાઓ પર પણ સરકારને મોટો ખર્ચ કરવો પડે છે. ઉપરાંત દેશભરમાં પાસપોર્ટ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવામાં પણ સતત ખર્ચ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. હવે કેટલી ફી ચૂકવવી પડશે?

નવી ફી મુજબ સામાન્ય કેટેગરીમાં 36 પેજના પાસપોર્ટ માટે હવે ₹2500 ચૂકવવા પડશે. અગાઉ આ ફી ₹1500 હતી. જો કોઈ વ્યક્તિ તાત્કાલિક (Tatkal) પાસપોર્ટ બનાવડાવે તો હવે તેની ફી ₹5000 છે, જે અગાઉ ₹3500 હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. અન્ય કેટેગરી માટે કેટલી ફી છે?

સરકારે જણાવ્યું કે 60 પેજના પાસપોર્ટ માટે હવે ₹3500 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે સગીર (Minor) અરજદારો માટે પાસપોર્ટ ફી ₹1750 છે. અગાઉ આ ફી ₹1000 હતી. વિવિધ કેટેગરી પ્રમાણે પાસપોર્ટની ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

E Passport Passport Fee Passport Charges
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ