બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / MLAની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે મારામારી! કોર્પોરેટર દંપતીને ઈજા, TP ચેરમેન સામે કાર્યવાહીની માગ

સુરત / MLAની ઓફિસમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે મારામારી! કોર્પોરેટર દંપતીને ઈજા, TP ચેરમેન સામે કાર્યવાહીની માગ

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 12:44 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં વિકાસ કાર્યો અંગે MLA કાંતિ બલરની ઓફિસમાં યોજાયેલી બેઠક દરમિયાન કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બબાલ થઈ. કોર્પોરેટર જયશ્રી વોરાએ TP કમિટી ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર મારપીટનો આક્ષેપ લગાવી કાર્યવાહી કરવાની માંગ કરી.

સુરત શહેર ભાજપમાં ચાલતો આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં યોજાયેલી બેઠક દરમિયાન ભાજપના બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરા ઇજાગ્રસ્ત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

સોસાયટીના પ્રશ્નોની બેઠકમાં સર્જાયો વિવાદ

મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર-5 (ફૂલપાડા-અશ્વિનીકુમાર) વિસ્તારની ભટની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો તેમજ ડિમોલિશન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલરે બેઠક બોલાવી હતી. બેઠકમાં સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. સ્થાનિકોની રજૂઆત પૂર્ણ થયા બાદ બેઠક દરમિયાન કોને આમંત્રણ આપવામાં આવ્યું અને કોને બાકાત રાખવામાં આવ્યા તે મુદ્દે ચર્ચા ઉગ્ર બની હતી. ત્યારબાદ મનહર વોરા અને ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ વચ્ચે બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાનો આક્ષેપ છે.

ખુરશીથી હુમલાનો આક્ષેપ

કોર્પોરેટર જયશ્રી વોરાએ આક્ષેપ કર્યો છે કે ચર્ચા દરમિયાન મહેન્દ્ર દેસાઈ અચાનક ઉશ્કેરાયા હતા અને ખુરશી લઈને હુમલો કરવા દોડ્યા હતા. આ ઘટનામાં તેમને અને તેમના પતિને હાથ તથા આંગળીના ભાગે ફ્રેક્ચર સહિત ઇજાઓ પહોંચી હોવાનું તેમણે જણાવ્યું છે. ઇજા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ડિમોલિશન મુદ્દે ગંભીર આક્ષેપ

મનહર વોરાના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન કતારગામ અને વરાછા ઝોનમાં ડિમોલિશનની કાર્યવાહી અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓની રજૂઆત છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નહીં. આ મુદ્દે થયેલી ચર્ચા બાદ બંને પક્ષો વચ્ચે વાતાવરણ વધુ તંગ બન્યું હતું.

પોલીસ ફરિયાદ નહીં કરવાની ચર્ચા

ઘટના બાદ મનહર વોરાએ પોલીસને જાણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો છે. જોકે, તેમના જણાવ્યા મુજબ ધારાસભ્ય કાંતિ બલરે ઓફિસની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને મામલો શાંત પાડવાની વિનંતી કરી હતી. ત્યારબાદ પ્રદેશ ભાજપના નેતાઓને લેખિત રજૂઆત અને ઈ-મેઇલ મારફતે સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.

મહેન્દ્ર દેસાઈએ આરોપો નકાર્યા

ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ તમામ આરોપોને ફગાવતા જણાવ્યું કે તેમણે કોઈની સાથે મારપીટ કરી નથી. તેમના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન માત્ર સામાન્ય બોલાચાલી થઈ હતી અને તેને અનાવશ્યક રીતે મોટો વિવાદ બનાવવામાં આવી રહ્યો છે.

ધારાસભ્યનો સ્વીકાર: ઝપાઝપી થઈ હતી

ધારાસભ્ય કાંતિ બલરે સ્વીકાર્યું કે બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હતી. તેમણે જણાવ્યું કે સ્થિતિ બગડતાં તેઓ તેમજ અન્ય હાજર કોર્પોરેટરોએ વચ્ચે પડીને બંનેને અલગ કર્યા હતા. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે મહિલા કોર્પોરેટરને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ યોગ્ય નથી અને છૂટા પાડતી વખતે ઇજા થઈ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ વટવૃક્ષના આકારમાં બનશે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન, એરપોર્ટ જેવી મળશે સુવિધા, જુઓ VIDEO

પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચ્યો મામલો

આ સમગ્ર ઘટના બાદ સુરતના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. ભાજપના પ્રદેશ નેતૃત્વ સુધી મામલો પહોંચતા હવે સંગઠન દ્વારા આક્ષેપોની તપાસ કરવામાં આવશે કે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તે અંગે સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat corporator clash Surat News Kanti Balar office meeting

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ