બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 10 મિનિટમાં ₹27.50 લાખનો સફાયો! ઘરઘાટીએ એકલતાનો ફાયદો ઉઠાવી બે થેલા ભરી કર્યા ફરાર
Last Updated: 01:22 PM, 5 August 2026
ઘરકામ માટે વિશ્વાસુ માણસની શોધમાં કરાયેલો એક વોટ્સએપ મેસેજ આખા પરિવાર માટે દુઃસ્વપ્ન સાબિત થયો. ચાંદખેડાના સેરેિનટી સ્પેસ ફ્લેટમાં રહેતા અને બોપલમાં હેર સ્ટુડિયો ચલાવતા યતીન મેવાડાના ઘરમાંથી રોકડા સાત લાખ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ ર૭.પ૦ લાખનો મુદ્દામાલ ચોરી થઈ ગયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે વ્યક્તિને પરિવાર ઘરકામ માટે રોજ ઘરની ચાવી સોંપતો હતો તેના પર જ ચોરીનો આરોપ છે. ઘરઘાટી એકલતાનો ફાયદો ઉઠાવી ચોરી કરીને ફરાર થઈ ગયો છે.
ADVERTISEMENT

યતીન મેવાડાના ઘરે છેલ્લા છ મહિનાથી ટીના નામની મહિલા ઘરકામ કરતી હતી. તે રાજસ્થાન જતાં એક મહિના માટે કામ પર આવી શકી નહોતી. પરિવાર મુશ્કેલીમાં હતો. અંતે યતીને સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં માત્ર એટલો જ મેસેજ કર્યો કે ઘરકામ માટે કોઈ સારો માણસ હોય તો જણાવશો.
ADVERTISEMENT
આ મેસેજ વાંચીને સોસાયટીની જ એક મહિલાએ સુનીલ કલાસવા નામના યુવકને મોકલ્યો. સુનીલે કામ શરૂ કર્યું. શરૂઆતના દિવસોમાં તેણે કોઈ શંકા ન જાય તે રીતે કામ કર્યું. ઘણી વખત તેનો બનેવી રાજુ પણ તેની સાથે આવતો. ક્યારેક સુનીલ ન આવે તો રાજુ એકલો જ કામ કરી જતો. ધીમે ધીમે બંનેએ ઘરની દરેક હિલચાલ, પરિવારના સભ્યોની અવરજવર અને કીમતી સામાન ક્યાં રાખવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી હોવાની આશંકા છે. ઘટનાના દિવસોમાં યતીનની પત્ની અને બાળકો પંચમહાલ ગયાં હતાં, જ્યારે પિતા પાટણ હોવાથી યતીન ઘરમાં એકલા હતા. રોજની જેમ તેઓ કામે જતી વખતે ચાવી પાડોશીને આપતાં અને સુનીલ ત્યાંથી ચાવી લઈ કામ કરીને પરત આપી દેતો હતો. આરોપીઓ માટે આ સૌથી મોટી તક બની.
ADVERTISEMENT
બે દિવસ પહેલાં રાતે યતીન ઘરે પહોંચ્યા ત્યારે કબાટનું તાળું તૂટેલું જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. લોકર ખોલીને જોયું તો તેમાં રાખેલા સાત લાખ રોકડા અને સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. કુલ નુકસાન ર૭.પ૦ લાખનું હતું. તરત જ સુનીલને ફોન કરવામાં આવ્યો, પરંતુ તેના બંને મોબાઇલ બંધ હતા, એટલામાં જ સમગ્ર શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. પછી જ્યારે સોસાયટીના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા ત્યારે એવું દૃશ્ય સામે આવ્યું કે પોલીસ પણ ચોંકી ઊઠી. ફૂટેજમાં સુનીલ ઘરમાં પ્રવેશતી વખતે ખાલી હાથે દેખાય છે, પરંતુ થોડા જ સમયમાં બે થેલા લઈને બહાર નીકળતો નજરે પડે છે. પોલીસે માન્યું છે કે ચોરી બાદ મુદ્દામાલ આ જ થેલામાં ભરી લઈ જવાયો હતો. ચાંદખેડા પોલીસે સુનીલ કલાસવા અને તેના બનેવી રાજુ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશન અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે બંને આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સરસપુર વિસ્તારમાં રહેતાં અને વાસણા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં બિનલબહેન રાહુલકુમાર ઠાકોરના ઘરમાંથી ૮.ર૦ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી થતાં પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઈ છે. આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ફરિયાદ મુજબ બિનલબહેન સરસપુરના વોરાના રોજા પાસે આવેલી બાઈ સરસ્વતીની ચાલીમાં રહે છે. ૧૭ જુલાઈથી ૩ ઓગસ્ટ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેમના ઘરમાં પ્રવેશ્યો હતો. આરોપી ઘરના રૂમમાં રાખેલી લાકડાની તિજોરી ખોલી અંદરના લોકરમાંથી કીમતી દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.૩ ઓગસ્ટના રોજ અંદાજે સવારના ૧૦.૩૦ વાગ્યે બિનલબહેને લોકર તપાસ્યું ત્યારે તેમાં રાખેલા દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ચોરી થયેલા મુદ્દામાલમાં લગ્ન પ્રસંગે તેમજ સાસરી પક્ષ તરફથી મળેલો સાડા ત્રણ તોલાનો સોનાનો સેટ, મંગળસૂત્ર, સોનાની ચેઈન, બુટ્ટીઓ, પેન્ડેન્ટ ઉપરાંત ચાંદીના કમર ઝૂડા અને પાયલ સહિત કુલ અંદાજે ૮.ર૦ લાખના દાગીનાનો સમાવેશ થાય છે.
બનાવની જાણ થતાં શહેરકોટડા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ, ફિંગર પ્રિન્ટ સહિતના ટેકનિકલ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તસ્કર ઘરમાં કેવી રીતે પ્રવેશ્યો અને ચોરીને કેવી રીતે અંજામ આપ્યો તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસને આશા છે કે ટેકનિકલ પુરાવાના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.