બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CWG પહેલા અમદાવાદ-ગાંધીનગરમાં 6,000 નવા સ્ટાર હોટેલ રૂમ બનશે, 12થી 15 હજાર નવી નોકરીઓ સર્જાશે
Last Updated: 02:16 PM, 5 August 2026
વર્ષ ૨૦૩૦માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં હોસ્પિટાલિટી ક્ષેત્રમાં મોટા પાયે વિસ્તરણ થવાની તૈયારી ચાલી રહી છે. નવા હોટલ પ્રોજેક્ટ્સ દ્વારા આશરે ૬,૦૦૦ સ્ટાર-કેટેગરી હોટલ રૂમ ઉમેરાશે, જેનાં પરિણામે ૧૨,૦૦૦થી ૧૫,૦૦૦ નવી રોજગારીની તકો ઊભી થવાનો અંદાજ ઉદ્યોગજગત વ્યક્ત કરી રહ્યું છે.
ADVERTISEMENT

હાલમાં હોસ્પિટાલિટી ઉદ્યોગમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, બિહાર, આસામ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોના કર્મચારીઓનું પ્રભુત્વ છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આગામી વિસ્તરણથી ગુજરાતના યુવાનો માટે સ્થાનિક સ્તરે રોજગારીની મોટી તક ઊભી થશે.
ADVERTISEMENT
સામાન્ય રીતે ક્રિકેટ મેચ, સંગીત કાર્યક્રમો અને મોટા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો દરમિયાન ચાર અને પાંચ સ્ટાર હોટલો લગભગ ૧૦૦ ટકા ઓક્યુપન્સી નોંધાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : લેપટોપમાં મળી ‘I LOVE YOU’ની ચેટ! ‘I MISS YOU’ વાંચતાં જ દંપતી વચ્ચે થયો મોટો વિવાદ
વાઈબ્રન્ટ ગુજરાત, કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ જેવી ઇવેન્ટ્સને કારણે હોટેલોની માગમાં વધુ વધારો થશે. નવી હોટેલો શરૂ થતાં ૧૨થી ૧૫ હજાર વધારાના કર્મચારીની જરૂર પડશે. આ રોજગારી માત્ર હોટલો પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સંગઠિત રિટેલ, બ્રાન્ડેડ રેસ્ટોરાં, કેફે અને અન્ય સેવા ક્ષેત્રમાં પણ નવી તકો ઊભી થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.