બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની 99 વર્ષ જૂની ‘મહારાજા’ કારનો વિદેશમાં જલવો! ફ્રાન્સમાં જીત્યો ‘Best of Show’ ખિતાબ
Last Updated: 03:30 PM, 5 August 2026
લગભગ એક સદી જૂની અને અમદાવાદના દાસ્તાન ઓટોવર્લ્ડ મ્યુઝિયમમાં સચવાયેલી ૧૯૨૭ની હિસ્પાનો-સુઇઝા H6C વિન્ટેજ કારને ફ્રાન્સમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય કોન્કોર્સ ડી’એલીગન્સમાં પ્રતિષ્ઠિત ‘બેસ્ટ ઓફ શો’ એવોર્ડ મળ્યો છે. અલવરના મહારાજા માટે તૈયાર કરાયેલી આ ઐતિહાસિક કાર પ્રાણલાલ ભોગીલાલ કલેક્શનનો ભાગ છે.
ADVERTISEMENT
ફ્રાન્સના મુલહાઉસ શહેરમાં યોજાયેલા કાર્યક્રમમાં એશિયામાંથી પ્રથમ વખત આમંત્રિત થયેલી બે ઐતિહાસિક કારમાં ૧૯૨૭ની હિસ્પાનો-સુઇઝા અને ૧૯૩૬ની મર્સિડીઝ-બેન્ઝ 540Kનો સમાવેશ થયો હતો. બંને કાર હવે આગામી બે મહિના સુધી ફ્રેન્ચ મ્યુઝિયમમાં પ્રદર્શન માટે રાખવામાં આવશે.
આ કારને તેના રાજવી ઇતિહાસ, દુર્લભતા અને ઉત્કૃષ્ટ પુનઃસ્થાપન (રિસ્ટોરેશન) માટે પસંદ કરવામાં આવી હતી. અલવરના મહારાજા જયસિંહ પ્રભાકર માટે બનાવાયેલી આ લિમોઝિન પ્રકારની કારના માત્ર બે જ નમૂનાઓ બનાવવામાં આવ્યા હતા. અમદાવાદમાં તેનું માત્ર ૧૦૦ દિવસમાં સફળ રિસ્ટોરેશન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પ્રાણલાલ ભોગીલાલ કલેક્શનના સંરક્ષક બ્રિજેશ ચિનાઈએ જણાવ્યું કે ફ્રાન્સની હિસ્પાનો-સુઇઝા ક્લબને આપેલા વચન મુજબ આ ઐતિહાસિક કારને ફરી ફ્રાન્સ લઈ જવામાં આવી હતી, બીજી તરફ ૧૯૩૬ની મર્સિડીઝ-બેન્ઝ 540Kને યુરોપમાં મિકેનિકલ કામગીરી બાદ પેરિસમાં યોજાયેલા FIVA રેટ્રોમોબાઈલ પ્રદર્શનમાં વિશેષ સ્થાન મળ્યું હતું અને તેને FIVA આઈડીકાર્ડ પણ એનાયત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ UAEના નામે પાકિસ્તાની ખજૂરની આયાતનો ખેલ! કંડલા બંદરે 13 કન્ટેનર ઝડપાયા, ₹3 કરોડનો 364 MT માલ જપ્ત
ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન અમદાવાદના મ્યુઝિયમના પ્રતિનિધિઓએ ફ્રેન્ચ મ્યુઝિયમના બોર્ડ પ્રમુખ અને ફ્રાન્સની નેશનલ એસેમ્બલીની વિદેશ બાબતોની સમિતિના અધ્યક્ષ બ્રુનો ફુક્સ સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે ઐતિહાસિક વાહનોના સંરક્ષણ, સંશોધન અને સંયુક્ત પ્રદર્શનો દ્વારા ભારત-ફ્રાન્સના ઓટોમોટિવ વારસાના સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.