બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! 8મા પગાર પંચમાં આવું થયું તો... ₹18,000ની Basic Salary થશે ₹37,800
5 ફોટો ગેલેરી
Last Updated: 04:19 PM, 5 August 2026
1/5
8મા પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટું અપડેટ સામે આવ્યું છે. પગાર વધારા માટે દેશભરમાંથી ડેટા એકત્રિત કરવાનું કામ પંચ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. હવે પંચ તમામ કર્મચારી સંગઠનોની માંગણીઓ પર વિચારમંથન કરીને ફિટમેન્ટ ફેક્ટર અને સેલરીની ગણતરી કરશે.
2/5
ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોઈઝ ફેડરેશન (AINPSEF)ના રાષ્ટ્રીય પ્રમુખ મંજીત સિંહ પટેલે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે મોટો અંદાજ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.1 હોઈ શકે છે. જો આમ થશે, તો લેવલ-1 ના કર્મચારીઓની ન્યૂનતમ બેઝિક સેલરી 18,000 થી વધીને 37,800 થઈ શકે છે.
3/5
કર્મચારી સંગઠનો દ્વારા વાર્ષિક ઈન્ક્રીમેન્ટ અને મોંઘવારી ભથ્થા (DA) અંગે વિવિધ મહત્વની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ઈન્ક્રીમેન્ટની બાબતમાં AINPSEF અને PSNM સંગઠનો સૌથી વધુ 7% વાર્ષિક ઈન્ક્રીમેન્ટની માંગ કરી રહ્યા છે, જ્યારે NC-JCM, NFPE અને AIDEF દ્વારા 6% ના ઈન્ક્રીમેન્ટની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત IRTSA સંગઠન દ્વારા 5% વાર્ષિક ઈન્ક્રીમેન્ટનો પ્રસ્તાવ મુકાયો છે.
4/5
બીજી તરફ મોંઘવારી ભથ્થા (DA) અને અન્ય ભથ્થાઓના મુદ્દે NC-JCM અને AIDEF સંગઠનો તમામ ભથ્થા 3 ગણા કરીને તેમને DA સાથે જોડવાની માંગણી કરી રહ્યા છે. જ્યારે NFPE અને AINPSEF દ્વારા 25% DA ને બેઝિક પગારમાં મર્જ કરવાની માંગ રાખવામાં આવી છે. તેમજ IRTSA અને PSNM સંગઠનો 50% DA ને બેઝિક પગાર સાથે મર્જ કરવાની રજૂઆત કરી રહ્યા છે.
5/5
કેન્દ્ર સરકારે અગાઉના વર્ષે નવેમ્બરમાં જ 8મા પગાર પંચની રચના કરી દીધી હતી. 31 જુલાઈ સુધી પંચ તમામ કર્મચારી યુનિયનોની માંગણીઓ સાંભળીને ડેટા એકત્રિત કરી રહ્યું હતું. હવે ડેટા એકત્ર કરવાનું કામ પૂરું થઈ ગયું છે અને પંચ સેલરી તથા ફિટમેન્ટ ફેક્ટરના આંકડાઓ પર વિચાર કરશે. પંચને પોતાનો રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય મળ્યો છે, જે મુજબ મે 2027 સુધીમાં પંચનો અંતિમ રિપોર્ટ આવવાની શક્યતા છે. તે પછી જ 8મું પગાર પંચ સત્તાવાર રીતે લાગુ કરી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ