બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નોકરી માટે ભારતીયોની પહેલી પસંદ બની ગૂગલ, ટાટા ગ્રુપ અને એમેઝોન પાછળ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:48 PM, 5 August 2026
1/6
રેન્ડસ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (REBR) 2026 ની તાજેતરની રિપોર્ટ અનુસાર, ભારતીય પ્રોફેસનલ્સ માટે ગૂગલ (Google) સૌથી પસંદગીનું એમ્પ્લોયર બ્રાન્ડ બન્યું છે. આ સર્વે માટે રેન્ડસ્ટેડ ઇન્ડિયાએ દેશભરના આશરે 3,500 લોકોના અભિપ્રાય લીધા હતા. આ સર્વે વિશ્વના 34 દેશોમાં હાથ ધરાયેલા મોટા સર્વેનો એક ભાગ હતો, જેમાં 1.75 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
2/6
રિપોર્ટ અનુસાર ભારતમાં કામ કરવા માટેની શ્રેષ્ઠ 10 કંપનીઓની યાદી આ મુજબ છે. ગૂગલ (Google), ટાટા ગ્રુપ (Tata Group), એમેઝોન (Amazon), સેમસંગ ઇન્ડિયા (Samsung India), ઇન્ફોસિસ (Infosys), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries), આઇટીસી ગ્રુપ (ITC Group), હિન્દુસ્તાન યુનિલીવર (Hindustan Unilever), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra & Mahindra), ડેલ ટેકનોલોજીસ (Dell Technologies).
3/6
સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં લગભગ અડધા (50%) કર્મચારીઓ આગામી 6 મહિનામાં નવી નોકરી શોધવાની યોજના બનાવી રહ્યા છે. નોકરી છોડવા પાછળના મુખ્ય કારણો, વર્ક-લાઇફ બેલેન્સનો અભાવ: 49% લોકોએ તેને મુખ્ય કારણ ગણાવ્યું. કરિયર ગ્રોથની તકોનો અભાવ: 42% કર્મચારીઓ આ કારણથી અસંતુષ્ટ છે. ઓછો પગાર: 41% લોકોએ ઓછા વેતનને જવાબદાર ગણાવ્યું. પેઢીગત દ્રષ્ટિએ, મિલેનિયલ્સ (43%) માં કરિયર ગ્રોથની કમીને કારણે નોકરી બદલવાની ઈચ્છા સૌથી વધુ જોવા મળી છે. આ ઉપરાંત, જેન Z ના 42% અને જેન X ના 39% કર્મચારીઓ પણ પ્રોગ્રેસ ન મળવાને કારણે નોકરી બદલવા માંગે છે.
4/6
આજના કર્મચારીઓ માત્ર યોગ્ય વેતન જ નહીં પરંતુ સન્માનજનક વાતાવરણ, આરોગ્ય સુવિધાઓ, લવચીકતા (ફ્લેક્સિબિલિટી) અને પારદર્શી સંવાદ ઇચ્છે છે. 47% લોકો માને છે કે કામની સુરક્ષા અને યોગ્ય ઓળખ એટલી જ જરૂરી છે જેટલો પગાર. ઉપરાંત, 46% લોકો પારદર્શક સંવાદથી કંપની પર વિશ્વાસ મૂકે છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ