બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PF ક્લેમ અટક્યો છે કે KYCમાં ભૂલ છે? ઘરે બેઠા EPFOમાં ઓનલાઈન ફરિયાદ કરો, જાણો સંપૂર્ણ રીત

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / PF ક્લેમ અટક્યો છે કે KYCમાં ભૂલ છે? ઘરે બેઠા EPFOમાં ઓનલાઈન ફરિયાદ કરો, જાણો સંપૂર્ણ રીત

Last Updated: 06:01 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPF એ નોકરી કરતા લોકો માટે 8.25% વ્યાજ સાથેની સુરક્ષિત રિટાયરમેન્ટ બચત યોજના છે અને તેમાં ટેક્સના પણ ઘણા ફાયદા મળે છે. જેમાં કોઈ પણ સમસ્યા હોય તો EPFiGMS પોર્ટલ અથવા હેલ્પલાઇન દ્વારા સરળતાથી ફરિયાદ નોંધાવી શકાય છે.

1/7

photoStories-logo

1. એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ

એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) ભારત સરકાર દ્વારા સમર્થિત રિટાયરમેન્ટ સેવિંગ્સ સ્કીમ છે. જેમાં નોકરી કરતા લોકો માટે લાંબા ગાળાની સુરક્ષિત બચતનો આ એક ભરોસાપાત્ર વિકલ્પ માનવામાં આવે છે. જે કર્મચારીઓની બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થું (DA) મળીને 15,000 રૂપિયા કે તેનાથી ઓછું હોય તેઓ EPF ખાતા માટે પાત્ર ગણાય છે. જો કોઈ કર્મચારીની બેઝિક સેલરી અને DA 15,000 રૂપિયાથી વધુ હોય તો તે ઈચ્છે તો વૉલન્ટરી પ્રોવિડન્ટ ફંડ (VPF)માં પણ રોકાણ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ક્લેમ અટવાય તો શું કરવું ?

નાણાકીય વર્ષ 2025-26 (FY26) માટે કેન્દ્ર સરકારે EPF અને VPF પર 8.25% વ્યાજ દરને મંજૂરી આપી છે. જેમાં 15 જુલાઈ સુધીમાં તમામ ખાતાઓમાં વ્યાજની રકમ જમા પણ કરી દેવામાં આવી હતી. સતત ત્રીજા વર્ષે EPF પર 8.25% વ્યાજ આપવામાં આવ્યું છે. જો તમારા EPF ખાતામાં કોઈ સમસ્યા હોય જેમ કે ક્લેમ અટકી ગયો હોય, KYC અપડેટ ન થયું હોય કે બેલેન્સ ખોટું દેખાતું હોય તો તમે EPFOમાં ફરિયાદ નોંધાવી શકો છો. ચાલો જાણીએ તેની સંપૂર્ણ રીત વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. EPFOમાં ફરિયાદ કેવી રીતે નોંધાવવી?

EPFOએ ફરિયાદોના નિરાકરણ માટે EPFO ગ્રિવન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (EPFiGMS) નામનું ઑનલાઇન પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલનો ઉપયોગ EPF સભ્ય, પેન્શનધારક અને નોકરીદાતા (Employer) તમામ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ફરિયાદ નોંધાવવાની રીત

EPFiGMS પોર્ટલ પર જાઓ અને તમારા UAN, Establishment Number અથવા PPO Numberની મદદથી લૉગ ઇન કરો. ત્યારબાદ ‘Register Grievance’ પર ક્લિક કરો. હવે તમારી કેટેગરી પસંદ કરો – તેમાં PF Member, EPS Pensioner, Employer અને Othersનો વિકલ્પ મળશે. જો તમારી પાસે UAN, Establishment Number કે PPO Number ન હોય તો ‘Others’ વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ તમારું PF અકાઉન્ટ, પસર્નલ ડીટેલ અને નોકરીદાતા સંબંધિત જરૂરી વિગતો ભરો. જેમાં તમારી ફરિયાદ સંબંધિત કેટેગરી પસંદ કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. બધી માહિતી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરી દો. ફરિયાદ નોંધાયા બાદ તમને એક રેફરન્સ નંબર મળશે જેની મદદથી તમે તમારી ફરિયાદની સ્થિતિ ઑનલાઇન ટ્રેક કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. EPFO કસ્ટમર કેરથી કેવી રીતે સંપર્ક કરવો?

જો તમને ઑનલાઇન ફરિયાદ નોંધાવવામાં મુશ્કેલી આવી રહી હોય કે બીજી કોઈ મદદની જરૂર હોય તો EPFO સાથે અનેક રીતે સંપર્ક કરી શકાય છે. જેમાં ટોલ-ફ્રી હેલ્પલાઇન: 1800-11-8005 (સોમવારથી શનિવાર, સવારે 9:15થી સાંજે 5:45 સુધી) ઈમેલ: [email protected] (ઈમેલ મોકલ્યા પછી થોડા કાર્યકારી દિવસોમાં જવાબ મળી શકે છે). આ સિવાય ઑનલાઇન ગ્રિવન્સ પોર્ટલ EPFiGMS પોર્ટલ 24 કલાક ઉપલબ્ધ રહે છે અને EPFOના Facebook, X, Quora પેજ અને વેબસાઇટ દ્વારા પણ સંપર્ક કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. EPFમાં રોકાણ કેમ કરવું જોઈએ?

EPF નોકરી કરતા લોકો માટે રિટાયરમેન્ટ પછી આર્થિક સુરક્ષા આપનારી સૌથી વિશ્વસનીય યોજનાઓમાંની એક છે. નાણાકીય વર્ષ 2025-26માં પણ તેના પર 8.25% વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે સતત ત્રીજું વર્ષ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. આ પણ મહત્વનું

આ સિવાય EPFમાં રોકાણ પર ટેક્સ સંબંધિત અનેક ફાયદા પણ મળે છે. જેમાં જૂની ટેક્સ વ્યવસ્થા (Old Tax Regime)માં કર્મચારીનું 1.5 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક યોગદાન આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ટેક્સ છૂટના દાયરામાં આવે છે. નોકરીદાતા તરફથી 12% સુધીનું યોગદાન (7.5 લાખ રૂપિયાની નિર્ધારિત મર્યાદા અંદર) જૂની અને નવી બંને ટેક્સ વ્યવસ્થામાં ટેક્સ-ફ્રી માનવામાં આવે છે. કર્મચારીના યોગદાન પર 2.5 લાખ રૂપિયા સુધી મળતું વ્યાજ ટેક્સ-ફ્રી રહે છે, જ્યારે નોકરીદાતાના યોગદાન પર મળતું વ્યાજ પણ ટેક્સના દાયરામાંથી બહાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

EPF complaint EPFiGMS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ