બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / એલર્ટ! ગુજરાતમાં ફેલાઈ રહી છે આ બીમારી, કેન્દ્ર સરકારે તાબડતોબ લીધું મોટું એક્શન, સાચવજો બધા
Last Updated: 03:19 PM, 5 August 2026
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસો વધી રહ્યાં છે. આ બીમારીને આગળ વધતી અટકાવવા માટે કેન્દ્ર સરકાર સજ્જ બની છે. વધતા કેસને લઈ નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમને તૈનાત કરી દેવાઈ છે. આ ટીમ વાયરસનો ફેલાવો અટકાવવા અને સારવાર સહિતનો અભ્યાસ કરશે તેમજ સર્વેલન્સ અને આરોગ્ય અંગે જરૂરી પગલાં બાબતે પણ દેખરેખ રાખશે. આ ટીમમાં NCDC, ICMR, જેવા વિભાગના નિષ્ણાતોનોને સામેલ કરાયા છે.
ADVERTISEMENT
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ યથાવત
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વાયરસના કૂલ 184 કેસમાં 35 કેસ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. 11 કેસના હજુ પણ પરિણામ આવવાના બાકી છે તો 7 દર્દીની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 6 દર્દીની તબિયત સુધરતાં તેમને રજા આપી દેવામાં આવી છે. જે ગામમાંથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા ત્યાં આરોગ્ય વિભાગ સતત સર્વેલન્સ અને દવાનો છંટકાવ કરી રહ્યું છે. લોકો સચેત રહેવાની અપીલ કરાઈ છે.
ADVERTISEMENT
12 બાળકોના મોત
ADVERTISEMENT
ચાંદીપુરા વાયરસના કારણે અત્યાર સુધી રાજ્યમાં કુલ 12 બાળકોના મોત નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે વિવિધ જિલ્લાઓમાં સર્વેલન્સ, મચ્છર નિયંત્રણ અને આરોગ્ય ચકાસણીની કામગીરી વધુ તેજ કરવામાં આવી રહી છે. હાલમાં ઘણા દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. બીજી તરફ, સારવાર બાદ સ્વસ્થ થયેલા 23 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવા, તાવ અથવા અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની આરોગ્ય સંસ્થામાં સંપર્ક કરવા અને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.