બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs SL: ગોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા રચશે ઈતિહાસ, 38 કેપ્ટનોના દમ પર બનશે આ ખાસ રેકોર્ડ!
5 ફોટો ગેલેરી
Last Updated: 01:15 PM, 5 August 2026
1/5
2/5
ટીમ ઈન્ડિયા ગોલ ખાતે તેની 600મી ટેસ્ટ મેચ રમશે, જે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના હશે. 600 ટેસ્ટ મેચ રમનાર ભારત એશિયાનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો દેશ બનશે. ઈંગ્લેન્ડ (1,097 ટેસ્ટ) અને ઓસ્ટ્રેલિયા (882 ટેસ્ટ) ભારતના મુકાબલે વધુ મેચો રમી ચૂક્યા છે.
3/5
ભારતે 1932માં સી.કે. નાયડુના નેતૃત્વમાં તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. 1932થી 2026સુધીની 94વર્ષની સફરમાં, ટીમનું નેતૃત્વ 38 કેપ્ટનોએ કર્યું છે, જેમાં મન્સૂર અલી ખાન પટૌડી, કપિલ દેવ, અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી, એમ.એસ. ધોની અને વિરાટ કોહલી જેવા અત્યંત સફળ કેપ્ટનોનો સમાવેશ થાય છે. જ્યારે ટીમ ઈન્ડિયા ગોલખાતે તેની 600મી ટેસ્ટ મેચ રમશે, ત્યારે શુભમન ગિલ કેપ્ટન હશે.
4/5
5/5
શુભમન ગિલના કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી 9 ટેસ્ટ મેચોમાંથી 5માં જીત મેળવી છે અને 3માં હારનો સામનો કર્યો છે. શ્રીલંકા સામેની છેલ્લી 6 ટેસ્ટ મેચોમાં પણ ભારત હાર્યુ નથી. આ જોતાં, એવી આશા છે કે જ્યારે ટીમ ઈન્ડિયા તેની 600 મી ટેસ્ટ મેચ માટે ગાલેના મેદાન પર ઉતરશે, ત્યારે તે આ ઐતિહાસિક મુકાબલામાં ઐતિહાસિક જીત હાંસલ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ