બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગીર સોમનાથના દરિયામાં 2 કિશોર ડૂબ્યા! એકનો મૃતદેહ મળ્યો, બીજા કિશોરની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Last Updated: 12:55 PM, 5 August 2026
ગીરી સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ નજીક દરિયામાં બે કિશોર ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
ગ્રામજનો તેમજ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી
પ્રાપ્ત માહિતી મુજબ, છારા ગામ નજીક શાપુરજી કંપનીની જેટી પાસે આવેલા દરિયામાં બે કિશોરો ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી.
ADVERTISEMENT

ભાવેશ ચુડાસમાનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો
ADVERTISEMENT
શોધખોળ દરમિયાન 17 વર્ષીય ભાવેશ ચુડાસમાનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો હતો. મૃતદેહને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
એક કિશોરની શોધખોળ હજુ પણ ચાલુ
ADVERTISEMENT
જ્યારે અન્ય એક કિશોરની શોધખોળ હજુ પણ ચાલુ છે. સ્થાનિક તંત્ર, ફાયર બ્રિગેડ તેમજ બચાવ ટીમો દ્વારા દરિયામાં સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ વટવૃક્ષના આકારમાં બનશે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન, એરપોર્ટ જેવી મળશે સુવિધા, જુઓ VIDEO
ADVERTISEMENT
પરિવારજનોમાં શોકની લાગણી
આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી છે, જ્યારે સમગ્ર પંથકમાં પણ દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.