બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Hester બાયોસાયન્સિસ લિમિટેડનો Q1FY27 દરમિયાન કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ જબરજસ્ત વધ્યો, પહેલા ક્વાર્ટરમાં 459% વધીને રૂ.96.73 કરોડ થયો
Last Updated: 02:30 PM, 5 August 2026
ભારતની અગ્રણી વેક્સિન તથા હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એનિમલ હેલ્થકેર કંપનીઓ પૈકીની એક, હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે જૂન 2026નાં રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.96.73 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 26નાં પહેલા ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા રૂ.17.30 કરોડના નેટ પ્રોફિટની તુલનામાં વાર્ષિક ધોરણે 459%નો વધારો દર્શાવે છે. ક્વાર્ટર દરમિયાન કન્સોલિડેટેડ પ્રોફિટેબિલિટીમાં હેસ્ટર આફ્રિકા ખાતે ગેટ્સ ફાઉન્ડેશન લોનના અમેન્ડમેન્ટ થકી રૂ. 85.35 કરોડનો અપવાદરૂપ લાભ શામેલ છે.
ADVERTISEMENT

નાણાકીય વર્ષ 27નાં પ્રથમ ત્રિમાસિક ગાળા માટે EBITDA રૂ.111.81 કરોડ (EBITDA માર્જિન 145%) નોંધાયું હતું, જે Q1FY26માં રૂ.26.18 કરોડ (EBITDA માર્જિન 31%)ની તુલનામાં વાર્ષિક ધોરણે 105.65%નો વધારો દર્શાવે છે. Q1FY27 માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ.77.24 કરોડ નોંધાઈ હતી, જે Q1FY26માં રૂ.84.11 કરોડ હતી.
ADVERTISEMENT

ક્વાર્ટર દરમિયાન કન્સોલિડેટેડ પ્રોફિટેબિલિટીમાં હેસ્ટર આફ્રિકા ખાતે ગેટ્સ ફાઉન્ડેશન લોનમાં સુધારા થકી અસાધારણ લાભનો સમાવેશ થાય છે. ક્વાર્ટર દરમિયાન, આઇટસ્ટેન્ડિંગ લોન USD 12.0 મિલિયનથી ઘટીને USD 5.0 મિલિયન થઇ હતી, ઉપાર્જિત વ્યાજ માફ કરવામાં આવ્યું હતું અને સુધારેલી લોન વ્યાજમુક્ત કરવામાં આવી હતી, જેના પરિણામે INR 85.35 કરોડનો અસાધારણ એકાઉન્ડિંગ લાભ થયો હતો.
ADVERTISEMENT
નેપાળ અને આફ્રિકામાં કામગીરીમાંથી ઓછી આવકને કારણે મુખ્યત્વે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં કન્સોલિડેટેડ આવક ઓછી હતી. નેપાળમાં ઇન્સ્ટીટ્યુશનલ ઓર્ડર સમય અને લોકલ માર્કેટની સ્થિતિમાં પરિવર્તનશીલતાનો અનુભવ રહ્યો. આફ્રિકાના વ્યવસાયે રજીસ્ટ્રેશન્સને મજબૂત બનાવવા, માર્કેટ ડેવલપમેન્ટ એક્ટિવિટીનો વિસ્તાર કરવા અને સમગ્ર પ્રદેશમાં લોંગ-ટર્મ કોમર્શિયલ તકોનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
ADVERTISEMENT
કંપની "બિલ્ડીંગ વિથ ઇન્ટેન્ટ, ગ્રોઇંગ વિથ સાયન્સ" ની તેની લોંગ-ટર્મ સ્ટ્રેટેજી પ્રત્યે પ્રતિબદ્ધ છે. નાણાકીય વર્ષ 27 દરમિયાન, હેસ્ટર આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે:
ADVERTISEMENT
જ્યારે બિઝનેસનાં અમુક ભાગો સરકારી રસીકરણ કાર્યક્રમોના સમય અને આંતરરાષ્ટ્રીય બજારની પરિસ્થિતિઓથી પ્રભાવિત રહે છે, ત્યારે કંપની સાયન્ટિફિક ઇનોવેશન, મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી અને શિસ્તબદ્ધ અમલીકરણ દ્વારા લાંબા ગાળાના સ્પર્ધાત્મક ફાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હેસ્ટર માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલા રોકાણો કંપનીને ટકાઉ વૃદ્ધિ તરફ આગળ વધવા અને તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવા માટે સારી સ્થિતિમાં રાખે છે.
ADVERTISEMENT

(Desclaimer: VTV Digital કોઈ પણ કંપની, સ્ટોક્સ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપતું નથી. રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એક્સપર્ટની સલાહ જરૂર લો. કોઈ પણ પ્રકારના નફા નુક્સાન માટે VTV Digital જવાબદાર રહેશે નહીં.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.