બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વટવૃક્ષના આકારમાં બનશે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન, એરપોર્ટ જેવી મળશે સુવિધા, જુઓ VIDEO
Last Updated: 11:40 AM, 5 August 2026
દેશમાં ઝડપભર્યા રેલ પરિવહનના નવા યુગનું પ્રતિક ગણાતું વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન ઝડપથી આકાર લઈ રહ્યું છે. બનિયન ટ્રી (વડના વૃક્ષ)થી પ્રેરિત તેની અનોખી ડિઝાઇન શહેરની ઓળખને નવી ઊંચાઈ આપશે. અંદાજે 1.77 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ પામી રહેલું આ સ્ટેશન મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે એરપોર્ટ જેવી અનુભૂતિ કરાવશે.
ADVERTISEMENT
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના સોશિયલ મીડિયા પર સ્ટેશનનો વીડિયો શેર કરીને જણાવ્યું કે વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ શહેર માટે ગૌરવનું કેન્દ્ર બનશે.
ADVERTISEMENT
બનિયન ટ્રીથી પ્રેરિત અનોખી ડિઝાઇન
ADVERTISEMENT
વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક આશરે 16,467 ચોરસ મીટર વિસ્તારમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. શહેરમાં વડના વૃક્ષોની સમૃદ્ધ પરંપરાને ધ્યાનમાં રાખીને સ્ટેશનની ડિઝાઇન બનિયન ટ્રીથી પ્રેરિત રાખવામાં આવી છે. સ્ટેશનને ભારતીય રેલવે અને બસ સેવાઓ સાથે સરળતાથી જોડવામાં આવશે.
ત્રણ માળનું આધુનિક સ્ટેશન
ADVERTISEMENT
સ્ટેશન ત્રણ માળનું હશે અને તેની કુલ ઊંચાઈ જમીનથી છત સુધી આશરે 34.5 મીટર રહેશે. અહીં ટાપુ આકારના બે પ્લેટફોર્મ અને ચાર ટ્રેક બનાવવામાં આવશે. પ્લેટફોર્મના આંતરિક ભાગમાં વડોદરાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતી વિશેષ થીમ વિકસાવવામાં આવશે.

ADVERTISEMENT
મુસાફરોને મળશે વિશ્વસ્તરીય સુવિધાઓ
સ્ટેશનમાં મુસાફરોની સુવિધા માટે અનેક આધુનિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ રહેશે. તેમાં વેઇટિંગ હોલ, બિઝનેસ ક્લાસ લાઉન્જ, બેબી કેર રૂમ, રેસ્ટ રૂમ અને સુલભ શૌચાલયનો સમાવેશ થાય છે. ઉપરાંત કાર, બસ અને ઓટો-રિક્શા માટે અલગ પાર્કિંગ તેમજ પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન બનાવવામાં આવશે. ભારે ભીડને નિયંત્રિત કરવા માટે વિશાળ પદયાત્રી પ્લાઝાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
ADVERTISEMENT

મુંબઈ-અમદાવાદનું અંતર થશે વધુ સરળ
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર હેઠળ કુલ 12 સ્ટેશન વિકસાવવામાં આવી રહ્યા છે. તેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેના કારણે 508 કિલોમીટરનું મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર 2 કલાક 15 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.
આ પણ વાંચોઃ ''મને ન્યાય અપાવજો અમિતભાઇ ઠાકર MLA...'', આટલું Whatsapp સ્ટેટસ મૂકી સરખેજના યુવકનો આપઘાત
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં અંદાજે 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનું એક માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.