બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ''મને ન્યાય અપાવજો અમિતભાઇ ઠાકર MLA...'', આટલું Whatsapp સ્ટેટસ મૂકી સરખેજના યુવકનો આપઘાત
Last Updated: 05:47 PM, 4 August 2026
અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં પઠાણી ઉઘરાણીના કથિત ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પોલીસે બે આરોપીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
વોટ્સએપ સ્ટેટસમાં કથિત પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસ અંગે ઉલ્લેખ
મળતી માહિતી મુજબ, સરખેજના દ્વારકેશનગર સોસાયટીમાં રહેતા સુરેશસિંહે 3 ઓગસ્ટની વહેલી સવારે પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલાં તેમણે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં કથિત પઠાણી ઉઘરાણી અને માનસિક ત્રાસ અંગે ઉલ્લેખ કર્યો હતો.
ADVERTISEMENT

નાણાંની માગણીના મુદ્દે હેરાન કરતા
ADVERTISEMENT
પરિવારના આક્ષેપ અનુસાર, કાળુ પ્રજાપતિ અને તેનો પુત્ર રાહુલ પ્રજાપતિ ભાગીદારીના ધંધાને લઈને તેમજ નાણાંની માગણીના મુદ્દે સુરેશસિંહને વારંવાર હેરાન કરતા હતા. પરિવારનું કહેવું છે કે સતત દબાણ અને માનસિક ત્રાસના કારણે સુરેશસિંહે આ અંતિમ પગલું ભર્યું.

ADVERTISEMENT
ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરને ન્યાય અપાવવાની અપીલ
વોટ્સએપ સ્ટેટસમાં સુરેશસિંહે કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિના કારણે પોતાનું જીવન બરબાદ થઈ ગયું હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ પોતાના પિતા અને ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરને ન્યાય અપાવવાની અપીલ પણ કરી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સરખેજ પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ અને પરિવારની ફરિયાદના આધારે કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ તારી પત્ની ભાગી ગઈ' મેણા મારીને ગંદો વાતો કરતો, સુરતમાં યુવકની પાઈપના ફટકા મારીને ઘાતકી હત્યા
પોલીસ સમગ્ર મામલાની વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને ભાગીદારીના વ્યવહાર, નાણાકીય લેવડદેવડ તેમજ આત્મહત્યા પહેલાંના ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT