બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'તારી પત્ની ભાગી ગઈ' મેણા મારીને ગંદો વાતો કરતો, સુરતમાં યુવકની પાઈપના ફટકા મારીને ઘાતકી હત્યા
Last Updated: 04:30 PM, 4 August 2026
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મજાક મજાકમાં એક યુવકની હત્યા કરી દેતાં સનસનાટી મચી હતી. 'તારી પત્ની ભાગી ગઈ છે' તેમ કહી સતત મેણાં મારતા અને અશ્લીલ ટીપ્પણી કરતા પતિ ગુસ્સે થયો હતો અને બે શખ્સોએ પાઇપના ફટકા મારી નિર્મમ હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
મહાદેવ મંદિર સામેની ખુલ્લી જગ્યામાંથી લાશ મળી
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ખાતે ઇચ્છાપૂર્તિ મહાદેવ મંદિર સામેની ખુલ્લી જગ્યામાંથી લોહીલુહાણ હાલતમાં એક યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. મૃતકની ઓળખ ૩૮ વર્ષીય મન્ટુ રામભિલાશ ઠાકુર તરીકે થઈ હતી, જે મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો અને અહીં મજૂરી કામ કરતો હતો. મન્ટુના માથા અને મોઢાના ભાગે તીક્ષ્ણ અને ભારે હથિયારના ઘા ઝીંકાયેલા હતા. બનાવ અંગે પાંડેસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
પત્ની ભાગી જતાં મશ્કરી કરતો હતો મિત્ર
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક મન્ટુ ઠાકુર અને આરોપી બ્રિજેશ કહાર નાવડી એસ્ટેટ ખાતે હેન્ડપ્રિન્ટનું કામ કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી બ્રિજેશની પત્ની તેને છોડીને જતી રહી હતી. જે બાબતે મન્ટુ અવારનવાર બ્રિજેશની મશ્કરી કરતો હતો અને અસભ્ય ટીપ્પણીઓ કરીને તેની પત્ની ભાગી ગયાના ટોણા મારતો હતો. ઘટનાના દિવસે પણ જમવા સમયે મન્ટુએ બ્રિજેશની પત્ની બાબતે ગાળાગાળી કરી બોલાચાલી કરી હતી.આ બબાલ દરમિયાન વચ્ચે પડેલા વિજય શ્રીવાસને પણ મન્ટુએ ગાળો આપતા, બંને આરોપીઓએ મન્ટુને સબક શીખવવાનો પ્લાન બનાવ્યો હતો. બંને આરોપીઓ મન્ટુને બાઇક પર બેસાડી વડોદ ખાતે એકાંત જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં ફરી ઝઘડો થતાં બંનેએ ત્યાં પડેલા લોખંડના પાઇપ વડે મન્ટુના માથા અને છાતીના ભાગે આડેધડ ફટકા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
ADVERTISEMENT
હત્યા બાદ ફરાર આરોપીઓને પોલીસે ઝડપ્યાં
ADVERTISEMENT
હત્યા કર્યા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ સુરત ક્રાઇમ બ્રાંચે ટેકનિકલ અને સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં જ બંને આરોપી વિજયબહાદુર શ્રીવાસ અને બ્રિજેશ કહારને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પૈકી બ્રિજેશ કહાર અગાઉ પણ અહપરણ અને હુમલા જેવા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.