બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:53 PM, 4 August 2026
ફૂકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2379 માં ઉડાન દરમિયાન અચાનક ભારે પવનના સંપર્કમાં આવવાને કારણે વિમાન ટર્બ્યુલન્સનો શિકાર બન્યું હતું. આ ઘટના દરમિયાન 10 મુસાફરો અને ક્રૂના 4 સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. એરબસ A320 વિમાનમાં 134 મુસાફરો સવાર હતા. આ ઘટના દિલ્હીમાં લેન્ડિંગના થોડા સમય પહેલા ક્રૂઝ ફેઝ (ટેક-ઓફ પૂર્ણ થયા પછી અને નીચે ઉતરવાની પ્રક્રિયા શરૂ થવા વચ્ચેનો સમય) દરમિયાન ઘટી હતી, જેના કારણે અચાનક વિમાનની ઊંચાઈમાં ઝડપી ઘટાડો થયો હતો. હવામાં આ હલચલ આશરે 2 થી 3 મિનિટ સુધી રહી હતી. તેમ છતાં, પાયલટોની હોશિયારીથી વિમાન સવારે 11:00 વાગ્યા પછી તુરંત આઇજીઆઇ (IGI) એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું. લેન્ડિંગ પછી તરત જ એર ઇન્ડિયાની મેડિકલ ટીમે મુસાફરોને સંભાળ્યા હતા. સાવચેતીના ભાગરૂપે ઈજાગ્રસ્ત 10 મુસાફરો અને 4 ક્રૂ સભ્યોને એરપોર્ટ પર સ્થિત મેદાંતા મેડિકલ સેન્ટર લઈ જઈને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરળ ભાષામાં ટર્બ્યુલન્સનો અર્થ છે હવામાં અચાનક થતી ઉથલપાથલ. જ્યારે કોઈ વિમાન પવનના અસમાન કે અિયમિત પ્રવાહમાંથી પસાર થાય છે, ત્યારે મુસાફરોને ઝાટકા કે વિમાન ઉપર-નીચે થતું અનુભવાય છે.

ADVERTISEMENT
હવામાન અને વાદળો: તોફાની વાદળો, વીજળીના કડાકા અને તેજ પવનોના સંપર્કમાં આવવાથી વિમાનમાં ઝાટકા લાગે છે.
ADVERTISEMENT
તાપમાન અને દબાણમાં તફાવત: ગરમ અને ઠંડી હવાના સ્તરો જ્યારે આપસમાં મળે છે ત્યારે હવાનો પ્રવાહ બગડે છે.
પહાડી વિસ્તારો: ઊંચા પહાડો સાથે અથડાઈને ઉપર જતો પવન વિમાનના રસ્તામાં હલચલ પેદા કરે છે.
ADVERTISEMENT
ક્લિયર એર ટર્બ્યુલન્સ (CAT): આ સૌથી ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે વાદળો કે ખરાબ હવામાન વિના જ અચાનક સાફ આકાશમાં આવે છે, જેને રડાર પણ સરળતાથી પકડી શકતું નથી.

ADVERTISEMENT
સ્પાઇસજેટ - મુંબઈ થી દુર્ગાપુર (મે 2022): લેન્ડિંગ વખતે ભારે ટર્બ્યુલન્સને કારણે સામાન અથડાવાથી 14 થી વધુ મુસાફરો અને 3 ક્રૂ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
એર ઇન્ડિયા - અમૃતસર થી દિલ્હી (એપ્રિલ 2018): બોઇંગ 787 ડ્રીમલાઇનરમાં એટલું ઝડપી ટર્બ્યુલન્સ થયું કે વિમાનની બારીની અંદરની પેનલ બહાર નીકળી ગઈ હતી, જેમાં 3 મુસાફરો ઘવાયા હતા.
સિંગાપોર એરલાઇન્સ - લંડન થી સિંગાપોર (મે 2024): મ્યાનમાર ઉપર બોઇંગ 777 વિમાન માત્ર થોડી સેકન્ડોમાં આશરે 6,000 ફૂટ નીચે ખાબક્યું હતું. આમાં 1 મુસાફરનું હાર્ટ અટેકથી મોત થયું હતું અને 70 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
લાટમ એરલાઇન્સ - સિડની થી ઓકલેન્ડ (માર્ચ 2024): ટેકનિકલ ખામી અને ટર્બ્યુલન્સના કારણે વિમાન અચાનક ઝૂકી જતાં સીટ બેલ્ટ વગરના મુસાફરો છત સાથે અથડાયા હતા, જેમાં 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
કાર્યવાહી / અભિનેત્રી ત્રિશા પર વિવાદિત ટિપ્પણી બાદ બવાલ, ઉદયનિધિ સ્ટાલિનને પોલીસે કસ્ટડીમાં લીધા
હવાઇયન એરલાઇન્સ - ફિનિક્સ થી હોનોલુલુ (ડિસેમ્બર 2022): લેન્ડિંગના 30 મિનિટ પહેલાં વિમાન ગંભીર ટર્બ્યુલન્સમાં ફસાતાં 36 મુસાફરો ઘાયલ થયા હતા.
એમિરેટ્સ - પર્થ થી દુબઈ (ડિસેમ્બર 2023): હિંદ મહાસાગર ઉપર અચાનક થયેલા ટર્બ્યુલન્સથી 14 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT