બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના મનપસંદ જીમખાના ક્લબમાં 'D કંપની' સ્ટાઇલથી જુગાર રમાડાતો, સમગ્ર ખેલ ગુપ્ત રાખવા ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો
Last Updated: 05:38 PM, 4 August 2026
'જીમની આડમાં જુગાર' કેસમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. અમદાવાદના મનપસંદ જીમખાના ક્લબમાં 'D કંપની' સ્ટાઇલથી જુગાર રમાડાતો હતો. આ સ્ટાઈલમાં ક્લબની મેમ્બરશીપથી લઈને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને સમગ્ર ખેલ ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ થતો હતો.
ADVERTISEMENT
કેવી રીતે જુગાર રમાડાતો
જુગાર રમવા માટે જે ગ્રાહકો આવતા હતા તેમની પાસેથી ડિપોઝિટ અને તેમના રૂપિયા લઈને જીમખાનાની બહાર કોઈ જગ્યાએ મુકાવી દેવામાં આવતાં હતા ત્યાર બાદ ગ્રાહકોને પૈસાની ચિઠ્ઠી દેવાતી ત્યાર બાદ રોકડ રકમ વિના જ જુગાર રમવા માટે ક્લબમાં મોકલવામાં આવતા હતા. હારજીત થયા બાદ ટેબલ ઉપર ગોઠવેલો માણસ જે રકમ કોડવર્ડમાં લખી આપે તેની ઉપર બે ઝીરો લગાવીને હાર જીતની રકમની લેવડદેવડ કરવામાં આવતી હતી.
ADVERTISEMENT
30 હજારમાં ટેબલ ભાડે આપીને જુગાર રમાડતાં
જીમખાનામાં મનોરંજનની આડમાં જુગાર રમાડવા માટે સંચાલકો ટેબલદીઠ 15થી 30 હજારનું ભાડું વસૂલતા હતા. જિમમાં કુલ 22 ટેબલો રાખવામાં આવ્યાં હતા અને આ રીતે આખું જુગારધામ ચાલતું હતું પરંતુ હવે તેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે.
ADVERTISEMENT
આરોપીઓને 5 બસમાં ભરીને કોર્ટમાં રજૂ કરાયા
187 આરોપીઓને એએમટીએસની 5 બસો ભરીને કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં મુખ્ય સંચાલક પણ સામેલ છે.
ADVERTISEMENT
શું હતો બનાવ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના ક્લબમાં દરોડો પાડી જુગારધામ ચલાવતા મુખ્ય સંચાલકો સહિત 187 જુગારીઓની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT