બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : પાલનપુરમાં ખેતરમાં કામ કરી રહેલા 3 લોકો પર રીંછનો હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત, અચાનક દોડી આવીને બાઝી પડ્યું

બનાસકાંઠા / VIDEO : પાલનપુરમાં ખેતરમાં કામ કરી રહેલા 3 લોકો પર રીંછનો હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત, અચાનક દોડી આવીને બાઝી પડ્યું

Published By: Hiralal Parmar

Last Updated: 06:46 PM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના પાલનપુરમાં ખેતરમાં કામ કરી રહેલા 3 લોકો પર રીંછે અચાનક હુમલો કર્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સિંહ બાદ હવે રીંછના હુમલાઓ થવા લાગ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં રીંછે અચાનક આવીને 3 લોકો પર ગંભીર હુમલો કર્યો હતો. પાલનપુરના રામપુરા વડલા ગામના ખેતરમાં અચાનક એક રીંછ આવી ચડ્યું હતું અને તેણે ખેતરમાં કામ કરી રહેલા 3 લોકો પર હુમલો કર્યો હતો. રીંછના હુમલામાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા.

આતંક મચાવનાર રીંછને પકડવાના પ્રયાસ

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે.વન વિભાગ દ્વારા ગામની સીમમાં આતંક મચાવનાર રીંછને પકડવા અને રેસ્ક્યુ કરવા માટેની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ગ્રામજનોને ખેતરમાં કે બહાર જતી વખતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

જંગલ તરફ ન જવાની વન વિભાગની અપીલ

વન વિભાગે આસપાસના ગામોમાં ચેતવણી આપીને જંગલ તરફ ન જવાની અપીલ કરી છે. રીંછ કયા વિસ્તારથી આવ્યો અને હુમલાનું કારણ શું હતું તે અંગે વન વિભાગ વધુ તપાસ કરી રહ્યો છે. આ ઘટનાથી પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક રહેવાસીઓએ વન્ય પ્રાણીઓની અવરજવર વધતી હોવાની ફરિયાદ કરી સુરક્ષા માટે વધુ પગલાં લેવા માંગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Palanpur bear attack bear attack news bear attack

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ