બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / મેઘરાજા રિસાયા! ગુજરાતમાં આ ઠેકાણે 25 દિવસથી વરસાદ જ નહીં, પાક સુકાવા લાગતાં ખેડૂતોમાં ચિંતા
Last Updated: 04:58 PM, 4 August 2026
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા લગભગ 25 દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. એક તરફ ખેતરોમાં ઉભા પાકને પાણીની તાતી જરૂરિયાત છે તો બીજી તરફ કૂવાઓ અને બોરવેલના પાણીના સ્તર પણ નીચે જતા રહ્યા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
ADVERTISEMENT
ચોમાસાની શરુઆતમાં વરસાદ પડ્યો પછી નહીં
ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને મગફળી, સોયાબીન, કપાસ, શેરડી સહિતના વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા 25 દિવસથી વરસાદે વિરામ લેતા હવે ખેતરોમાં ઉભેલા પાક સુકાવા લાગ્યા છે. વરસાદના અભાવે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે, જેના કારણે પાકનો વિકાસ પણ અટકી ગયો છે.ખેડૂતો હાલ પિયતના પાણીના સહારે પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જિલ્લામાં અનેક વિસ્તારોમાં કૂવાઓ અને બોરવેલના પાણીના સ્તર સતત નીચે જઈ રહ્યા હોવાથી સિંચાઈ કરવી પણ મુશ્કેલ બની રહી છે. પાણીની અછતને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે.
ADVERTISEMENT
પાક સુકાવાને આરે
ગીર માં વરસાદના અભાવે મગફળી, સોયાબીન, કપાસ અને શેરડી જેવા પાકોમાં સુકારા જેવી સ્થિતિ તેમજ વિવિધ પ્રકારના રોગોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. પાકના પાન પીળા પડી રહ્યા છે અને છોડનો વિકાસ અટકી જતાં ઉત્પાદન પર પણ અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વાવણી સમયે મોંઘા બિયારણ, ખાતર, દવા અને નિંદામણ પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે. જો હવે વરસાદ નહીં થાય તો આ તમામ ખર્ચ ઉપર પાણી ફરી વળશે અને આખો પાક બળી જવાની ભીતિ ઉભી થઈ છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બનવાની શક્યતા છે.
ADVERTISEMENT
શું કહે છે વૈજ્ઞાનિકો
બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે આ વર્ષો વરસાદ વધુ ખેંચાશે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે અને જો વરસાદ હજુ પણ વસી જાય તો ખેડૂતોને મોટા પ્રમાણમાં ઉત્પાદન મળી શકે તેવી પણ શક્યતા હાલ જોવાઈ રહી છે અત્યારે હાલ મગફળીના પાકને ડાધા મૂકવાનો સમય છે જો સમયસર વરસાદ થઈ જશે તો ખેડૂતોને મોટો ફાયદો થશે.
ADVERTISEMENT
વરસાદ ખેંચાશે તો હજારો ખેડૂતોને નુકસાન
ADVERTISEMENT
હાલ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે. ખેડૂતો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. કારણ કે આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં થાય તો જિલ્લાના હજારો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. તેથી હવે સૌની નજર મેઘરાજાની મહેર પર ટકેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટું અપડેટ |
ADVERTISEMENT