બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની વિપરીત આગાહી, જાણો હજી કેટલો પડશે વરસાદ?
Last Updated: 05:47 PM, 1 August 2026
ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે, આજે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. હવે આવતી કાલ માટે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી આપી છે. જો કે બંનેની આગાહીઓ વિપરીત જણાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી મુજબ વરસાદનું જોર 2 તારીખથી ઘટશે જ્યારે અંબાલાલ પટેલે વરસાદનું જોર વધતું હોવાની આગાહી આપી છે.
ADVERTISEMENT
શું છે રાહતના સમાચાર?
હાલમાં ભારે વરસાદ ગુજરાતના ઘમરોળી રહ્યો છે, લગભગ બધે ઠેકાણે ભારે વરસાદ વરસી રહ્યો છે અથવા પડી ગયો છે. આ આકાશી આફતને કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી કરવો પડી રહ્યો છે પરંતુ આ બધા વચ્ચે હવે રાહતના સમાચાર આવ્યાં છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ 3 ઓગસ્ટથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે. ભારે વરસાદથી હાલાકીના સામનો કરી રહેલા લોકો માટે આ રાહતની ખબર છે.
ADVERTISEMENT

ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘટી શકે વરસાદનું જોર
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે.

ADVERTISEMENT
હવામાન પર નજર રાખવાની નાગરિકોને તાકીદ
રાજ્યના નાગરિકોને આગામી દિવસોમાં સ્થાનિક હવામાન વિભાગની સૂચનાઓ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધી પડેલા ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને ડેમોમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. વરસાદનું જોર ઘટતા જનજીવનને થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'પહેલા એરપોર્ટના નામ એક જ પરિવાર પર રખાતાં, અમારી સરકારે પરંપરા બદલી- PM મોદી
5થી 7 ઓગસ્ટ સુધી ઓછો વરસાદ
ADVERTISEMENT
હવામાન વિભાગે કહ્યું કે 5થી 7 ઓગસ્ટ સુધી સાધારણ વરસાદ પડશે, ભારે વરસાદની કોઈ સંભાવના નથી જે પણ નાગરિકો માટે રાહતના સમાચાર રુપ છે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.