બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનોખી સિદ્ધિ: 180 કિલો વજન ધરાવતી સગર્ભાની નોર્મલ ડિલિવરી

અનોખી સિદ્ધિ / રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનોખી સિદ્ધિ: 180 કિલો વજન ધરાવતી સગર્ભાની નોર્મલ ડિલિવરી

Published By: Priykant Shrimali

Last Updated: 02:49 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot 180 Kg Woman Normal Delivery : હોસ્પિટલના ઈતિહાસમાં સૌથી વધુ વજન ધરાવતી સગર્ભાની નોર્મલ ડિલિવરીઃ આઠ ડોક્ટર્સની ટીમે સર્જ્યો તબીબી સિદ્ધિનો નવો અધ્યાય

Rajkot 180 Kg Woman Normal Delivery : રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબોએ ૧૮૦ કિલો વજન ધરાવતી સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવીને એક મહત્ત્વપૂર્ણ તબીબી સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌથી વધુ વજન ધરાવતી સગર્ભા હોવાનું તબીબોએ જણાવ્યું છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની ૩૫ વર્ષીય કૈલાસ પરમારને શ્વાસ લેવામાં તકલીફ થતાં ૧૬ જુલાઈએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગાયનેકોલોજી વિભાગના વડા ડો. કમલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે દર્દીનું વજન અને તેનાથી જોડાયેલાં આરોગ્ય જોખમોના કારણે આ કેસ અત્યંત પડકારજનક હતો.

તેમણે કહ્યું કે ૧૦૦ કિલો વજન ધરાવતી સગર્ભાઓની પ્રસૂતિ અમે નિયમિત રીતે કરીએ છીએ, પરંતુ ૧૮૦ કિલો વજનનો આ કેસ અભૂતપૂર્વ હતો. દર્દીનો બીએમઆઈ ૬૫ હતો, જે સામાન્ય મર્યાદા કરતાં લગભગ બમણો હોવાથી પ્રસૂતિ વધુ જોખમી બની હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલે બે વિશેષજ્ઞ તબીબી ટીમો બનાવી હતી. ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેસિયોલોજિસ્ટ અને ફિઝિશિયન સહિત આઠ ડોક્ટર્સની ટીમ સારવારમાં જોડાઈ હતી.

દર્દીને શરૂઆતમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તમામ જરૂરી તપાસ કરવામાં આવી હતી. લોહી ગંઠાવાનું જોખમ ઓછું રહે તે માટે તબીબોએ અગાઉથી જ જરૂરી સારવાર શરૂ કરી હતી. વરિષ્ઠ ગાયનેકોલોજિસ્ટ ડો. મેહુલ પરમાર અને ડો. જલ્પા રાઠોડના જણાવ્યા મુજબ દર્દી માટે ખાસ પ્રકારની કસ્ટમાઇઝ્ડ મેટરનિટી બેડ તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત ઓપરેશન થિયેટરમાં મોટા કદનાં તબીબી સાધનો અને દર્દીને અનુકૂળ ટેબલની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સોનાના ભાવ વધતા 2026ના 6 મહિનામાં ₹3,804 કરોડનું જૂનું સોનું વેચ્યું

તબીબોએ ૨૯ જુલાઈએ પ્રસૂતિની પ્રક્રિયા શરૂ કરી હતી અને ગુરુવારે વહેલી સવારના ૨.૩૦ વાગ્યે કૈલાસે નોર્મલ ડિલિવરી દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને આ કેસ હોસ્પિટલ માટે એક નોંધપાત્ર તબીબી સિદ્ધિ સાબિત થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot 180 Kg Woman Normal Delivery

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ