બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફ્રેન્ડશિપ ડે પર વરસાદનું વિઘ્નઃ રિસોર્ટ-ફાર્મ હાઉસના નવા બુકિંગ બંધ, હજારો યુવાઓના પિકનિક પ્લાન અધ્ધરતાલ

અમદાવાદ / ફ્રેન્ડશિપ ડે પર વરસાદનું વિઘ્નઃ રિસોર્ટ-ફાર્મ હાઉસના નવા બુકિંગ બંધ, હજારો યુવાઓના પિકનિક પ્લાન અધ્ધરતાલ

Published By: Priykant Shrimali

Last Updated: 02:12 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Resort Booking Cancelled : ફ્રેન્ડશિપ ડે પર વરસાદનું વિઘ્નઃ રેડ એલર્ટ વચ્ચે રિસોર્ટના બુકિંગ અટક્યાં

Ahmedabad Resort Booking Cancelled : ફ્રેન્ડશિપ ડેના વીકએન્ડ પર વરસાદે રંગમાં ભંગ પાડવાની શક્યતા ઊભી કરી છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદના રેડ એલર્ટને પગલે શહેરના અનેક વન-ડે પિકનિક રિસોર્ટ, ફાર્મ હાઉસ અને હોલિડે હોમ્સે હાલ પૂરતાં નવાં એડવાન્સ બુકિંગ સ્વીકારવાનું બંધ કરી દીધું છે. ભારે વરસાદને કારણે મહેમાનો પહોંચી નહીં શકે અથવા અંતિમ ક્ષણે બુકિંગ રદ કરાવવાના બનાવો વધે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સંચાલકોએ ‘વેઇટ એન્ડ વોચ’ની નીતિ અપનાવી છે. હવે શનિવાર સાંજ સુધીની સ્થિતિની સમીક્ષા બાદ જ રવિવારના બુકિંગ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

દર વર્ષે ફ્રેન્ડશિપ ડેના અવસરે અમદાવાદમાંથી મોટી સંખ્યામાં કોલેજિયન, યુવાઓ, પરિવાર અને કોર્પોરેટ ગ્રૂપ શહેરની આસપાસ આવેલા રિસોર્ટ, વોટર પાર્ક અને ફાર્મ હાઉસમાં વન-ડે આઉટિંગ માટે જાય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગની ગંભીર આગાહીને કારણે સમગ્ર માહોલ બદલાઈ ગયો છે.

હાલ નવા બુકિંગ બંધ, હવામાનની સમીક્ષા બાદ નિર્ણય

રિસોર્ટ સંચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી મોટી સંખ્યામાં પૂછપરછ થઈ રહી છે, પરંતુ નવા બુકિંગ સ્વીકારવાને બદલે ગ્રાહકોને હાલ રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો ભારે વરસાદના કારણે મહેમાનો પહોંચી નહીં શકે તો રિફંડ, તારીખમાં ફેરફાર અને અન્ય વ્યવસ્થાઓનો પ્રશ્ન ઊભો થાય છે. કેટલાક રિસોર્ટોએ અગાઉ એડવાન્સ બુકિંગ કરાવનારા ગ્રાહકોનો પણ સંપર્ક શરૂ કર્યો છે. હવામાન વધુ બગડશે તો બુકિંગ આગળ ધપાવવા અથવા બીજી તારીખ પસંદ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ગયા વરસાદના અનુભવથી સંચાલકો સાવચેત

તાજેતરના ભારે વરસાદ દરમિયાન અમદાવાદ-સાણંદ રોડ, થોળ, નળ સરોવર, એસ.પી. રિંગ રોડ અને ગ્રામ્ય વિસ્તારો તરફ જતા અનેક માર્ગો પર પાણી ભરાવા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક રિસોર્ટમાં મહેમાનો સમયસર પહોંચી શક્યા નહોતા, જ્યારે કેટલાકને રસ્તામાંથી જ પરત ફરવું પડ્યું હતું. તેના કારણે રિફંડ અને ફરિયાદોના બનાવો પણ નોંધાયા હતા. આ જ અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે સંચાલકો કોઈ જોખમ લેવા તૈયાર નથી.

આ પણ વાંચો : અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત: છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.01 ઈંચ વરસાદ, સીઝનનો કુલ વરસાદ 23.22 ઈંચે પહોંચ્યો

યુવાઓએ પણ બદલ્યા પ્લાન

રેડ એલર્ટના કારણે અનેક યુવાગ્રૂપે વોટર પાર્ક, રિસોર્ટ અને ફાર્મ હાઉસના કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી રાખ્યા છે. કેટલાકે શહેરની અંદર જ કેફે, રેસ્ટોરન્ટ અથવા ઇન્ડોર ગેટ-ટુગેધરનો વિકલ્પ પસંદ કર્યો છે. હવે સૌની નજર હવામાન પર છે—ફ્રેન્ડશિપ ડે રંગીન બનશે કે વરસાદમાં ધોવાઈ જશે તેનો નિર્ણય આગામી કલાકોમાં થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Resort Booking Cancelled Friendship Day Rain ,Resort Booking Cancelled Ahmedabad Red Alert

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ