બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેનમાં બે ચાદર કેમ અપાય છે? તમને પણ નહીં ખબર હોય આ કારણ, સરકારે સંસદમાં કર્યો હતો ખુલાસો

ખુલાસો / ટ્રેનમાં બે ચાદર કેમ અપાય છે? તમને પણ નહીં ખબર હોય આ કારણ, સરકારે સંસદમાં કર્યો હતો ખુલાસો

Published By: Priykant Shrimali

Last Updated: 12:29 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Train Two Bedsheet Mystery : રેલવે મંત્રાલયે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે આ બંને ચાદરનો હેતુ અલગ-અલગ છે. જો તમે અત્યાર સુધી બંને ચાદરનો ઉપયોગ આવી જ રીતે કરો છો, તો શક્ય છે કે તમને સાચી રીત નથી ખબર.

Train Two Bedsheet Mystery : ટ્રેનના AC કોચમાં મુસાફરી દરમિયાન મળતા બેડરોલમાં બે ચાદર શા માટે આપવામાં આવે છે? મોટાભાગના મુસાફરો એક ચાદર પાથરે છે અને બીજી ઓઢી લે છે અથવા તેનો અલગ રીતે ઉપયોગ કરે છે. પરંતુ રેલવે મંત્રાલયે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે આ બંને ચાદરનો હેતુ અલગ-અલગ છે. જો તમે અત્યાર સુધી બંને ચાદરનો ઉપયોગ આવી જ રીતે કરો છો, તો શક્ય છે કે તમને સાચી રીત નથી ખબર.

બે ચાદર કેમ આપવામાં આવે છે?

રેલવે મંત્રાલયે સંસદમાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું છે કે ભારતીય રેલવે AC ક્લાસના દરેક મુસાફરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ બેડરોલ ઉપલબ્ધ કરાવે છે. દરેક બેડરોલ કિટમાં બે ચાદર, એક તકિયાનો કવર, એક ટુવાલ અને એક ધાબળો આપવામાં આવે છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, એક ચાદર સીટ પર પાથરવા માટે હોય છે, જ્યારે બીજી ચાદર ધાબળાની નીચે ઓઢવા માટે હોય છે, જેથી ધાબળો સીધો શરીરના સંપર્કમાં ન આવે.

ધાબળો દરેક મુસાફરી પછી ધોવાતો નથી

રેલવેના જણાવ્યા અનુસાર, દરેક ટ્રિપ બાદ ચાદર, તકિયાનો કવર અને ટુવાલ ધોઈને ફરી આપવામાં આવે છે. પરંતુ ધાબળો દરેક મુસાફરી પછી ધોવાતો નથી. તેથી મુસાફરોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ધાબળા અને શરીર વચ્ચે બીજી ચાદરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

હવે ધાબળા સાથે કવર પણ મળશે

મુસાફરોનો અનુભવ વધુ સારો બનાવવા માટે રેલવેએ નવી પહેલ શરૂ કરી છે. કેટલીક ટ્રેનોમાં હવે ધાબળા સાથે બ્લેન્કેટ કવર પણ આપવામાં આવી રહ્યું છે. જેના કારણે અલગથી ચાદર ધાબળાની નીચે રાખવાની જરૂર નહીં પડે. હાલમાં ઉત્તર પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો તેમજ કામાખ્યા-હાવડા વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. રેલવેના જણાવ્યા અનુસાર મુસાફરો તરફથી આ પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે.

આ પણ વાંચો : ટ્રેનમાં હવે વધુ સામાન લઈ જવું થશે સરળ! IRCTCની નવી ઓનલાઈન લગેજ બુકિંગ સેવા શરૂ

કેટલા સમય પછી બદલાય છે બેડરોલ?

રેલવે મંત્રાલયે બેડરોલ બદલવાની સમયમર્યાદા પણ જાહેર કરી છે.

  • હેન્ડમેડ ચાદર: 12 મહિના પછી બદલાય છે.
  • KVIC પોલીવસ્ત્રા ચાદર: 24 મહિના પછી બદલાય છે.
  • તકિયાનો કવર: 9 મહિના પછી બદલાય છે.
  • ટુવાલ: 9 મહિના પછી બદલાય છે.
  • તકિયો: 24 મહિના પછી બદલાય છે.
  • ઊની ધાબળો: 24 મહિના પછી બદલાય છે.

લૉન્ડ્રી પર CCTVથી નજર રાખે છે રેલવે

રેલવેનું કહેવું છે કે બેડરોલની સફાઈ માટે તમામ મશીનાઇઝ્ડ લૉન્ડ્રીમાં 'વ્હાઇટો-મીટર' દ્વારા ધોવાણની ગુણવત્તા ચકાસવામાં આવે છે. ઉપરાંત લૉન્ડ્રીની કામગીરી પર નજર રાખવા માટે CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જો તમે આગામી વખત AC કોચમાં મુસાફરી કરો, તો યાદ રાખજો... એક ચાદર સીટ પર પાથરો અને બીજી ધાબળાની અંદર રાખીને જ ઓઢો. રેલવે અનુસાર આ જ તેનો સાચો અને સ્વચ્છ ઉપયોગ છે.

સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Train AC Coach Train Two Bedsheet Mystery Railway Bedroll

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ