બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ: સામાન્ય વરસાદમાં પૂર્વ અમદાવાદના રસ્તાઓ બન્યા નદી, નિકોલ-શાહીબાગ-વસ્ત્રાલમાં પાણી ભરાયા
Last Updated: 12:37 PM, 1 August 2026
Ahmedabad Heavy Rain : સામાન્ય વરસાદે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોનસૂન કામગીરીના દાવાઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. પશ્ચિમ અમદાવાદ બાદ હવે પૂર્વ વિસ્તારના નિકોલ, શાહીબાગ અને વસ્ત્રાલમાં પણ વરસાદી પાણી ભરાતા મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા હતા. અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો, જ્યારે સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું.
ADVERTISEMENT
નિકોલ વિસ્તારમાં નિકોલ ગામ, ઉમા હોસ્પિટલ રોડ, સંગાથ ચોકડી, બેગ સર્કલ, ઊગતી રેસિડેન્સી અને કઠવાડા તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને વાહનો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. હોસ્પિટલ વિસ્તારની આસપાસ પણ પાણી ભરાઈ જતાં દર્દીઓ અને તેમનાં સ્વજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શાહીબાગ અને વસ્ત્રાલ વિસ્તારમાં પણ મુખ્ય માર્ગો તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. અનેક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ઓફિસ જતાં કર્મચારી, વિદ્યાર્થી અને વેપારીને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા પહેલાં કેચપીટ અને ડ્રેનેજ સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહે છે. પ્રી-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પાણી ભરાવાની પુનરાવર્તિત સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે દર વર્ષે સમાન સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર દ્વારા કાયમી ઉકેલ માટે અસરકારક આયોજન કરવામાં આવતું નથી. સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા તેમજ ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે સક્ષમ વ્યવસ્થા ઊભી કરવાની માગ કરી છે. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બનતાં એએમસી કામગીરીની અસરકારકતા સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.